Home /News /ahmedabad /Ahmedabad: અહીં માત્ર 60 રૂપિયામાં મળે છે ભરપેટ ભોજન, આઝાદી પહેલાથી કાર્યરત છે આ સંસ્થા

Ahmedabad: અહીં માત્ર 60 રૂપિયામાં મળે છે ભરપેટ ભોજન, આઝાદી પહેલાથી કાર્યરત છે આ સંસ્થા

વયસ્ક

વયસ્ક વડીલો, કોલેજના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા રૂબરૂ ટિફિન સેવા શરૂ કરી

ભારત આઝાદ થયો તે પહેલાની આ સંસ્થા એટલે કે ધરતી વિકાસ મંડળ સંસ્થા સમાજને આગળ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે. આ સંસ્થા ગુજરાતની એક અગ્રણી સામાજિક સંસ્થા તરીકે સુપ્રતિષ્ઠિત છે.

  Parth Patel, Ahmedabad : અત્યાર સુધીમાં આપણે ઘણી સંસ્થાને સામાજીક અને આર્થિક કામો કરતી જોઈ છે. પરંતુ ભારત આઝાદ થયો તે પહેલાની આ સંસ્થા એટલે કે ધરતી વિકાસ મંડળ સંસ્થા સમાજને આગળ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે. આ સંસ્થા ગુજરાતની એક અગ્રણી સામાજિક સંસ્થા તરીકે સુપ્રતિષ્ઠિત છે. આ સંસ્થા છેલ્લા 75 વર્ષથી સમાજ સુધારાની અને સમાજોત્કર્ષની પ્રવૃત્તિઓમાં સતત કાર્ય કરી રહી છે. એટલું જ નહીં આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને બે ટકનું ભોજન મળી રહે તે હેતુંથી ભોજનાલય ચાલી રહી છે, આ ભોજનાલયમાં માત્ર 70 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્થા દ્વારા ચાલતી ટિફિન સેવાનો મોટી સંખ્યામાં લાભ રહ્યાં છે. તો આવો જાણીએ કેવી રીતે ચાલે આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ..

  વયસ્ક વડીલો, કોલેજના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા રૂબરૂ ટિફિન સેવા શરૂ કરી

  ધરતી વિકાસ મંડળમાં ફરસાણ અને મીઠાઈ વેચાણ કેન્દ્ર, સાદાં લગ્નો અને લગ્નમેળા, મહિલા સ્વાવલંબન કેન્દ્ર, વડીલ વૃંદાવન કેન્દ્ર, મહિલા ઉદ્યોગ મંદિર, ટિફિન સેવા જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યારે એકલા રહેતા વયસ્ક વડીલો, સિનિયર સિટિઝન ભાઈ-બહેનો અને કોલેજના વિદ્યાર્થીઓને ભોજન માટે મદદરૂપ થવા 2016 થી રૂબરૂ ટિફિન સેવા સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે.આવા શુદ્ધ, સાત્વિક ભોજન અને પ્રમાણસરનો ચાર્જના લીધે લોકો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ સાથે લોકો અહી આવીને ભોજન પણ કરી શકે છે. દરરોજના આશરે 700 થી 800 લોકો ભોજનનો લાભ મેળવે છે. અને વાર-તહેવારે વધીને આશરે 1500 થી 1600 લોકો આનો લાભ મેળવે છે.

  ધરતી ટીફીન યોજનાનો શું છે સમય

  જો કોઇ વ્યક્તિ આ સંસ્થાના ટિફિન સેવાનો લાભ લેવા ઇચ્છતા હોય તો સમય અને તેનો ચાર્જ આ પ્રમાણે છે, જેમાં કે ટિફિન લઇ જવું હોય તો તેનો ચાર્જ 70 રૂપિયા છે, જેમાં ટિફિન ઘરેથી લઇ આવવાનું રહેશે, અને જો તમારે સંસ્થાના ડાઇનિંગ હોલમાં જમવું હોય તો તેનો ચાર્જ 80 રૂપિયા છે. તો સાંજના ટિફિનનો ચાર્જ 60 રૂપિયા છે અને સાંજે ડાઇનિંગ હોલમાં જમવું હોય તો 70 રૂપિયા ચાર્જ છે. આ સિવાય હોમ ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં સૌપ્રથમ તમારે 15 દિવસના કુપન લેવા રહેશે, જેમાં 4 કિલોમીટર સુધીના એરિયામાં જ હોમ ડિલિવરી કરવામાં આવશે, આ માટે 80 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. આ સંસ્થાના ડાઇનિંગ હોલમાં જમવા ઇચ્છતા લોકોએ નોંધી લેવું કે  ટીફીન સેવા તેમજ ડાઈનીંગ હોલ ઉપર જમવાનો સમય સવારે 9.00 થી 1.30 અને સાંજે 6.30 થી 8.30 સુધીનો છે.

  આ ઉપરાંત ધરતી સંસ્થામાં ટીફીન સેવા દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે કોઈના ઘરની વ્યક્તિના જન્મદિન, લગ્નતિથી, પુણ્યતિથી તથા અન્ય પ્રસંગ નિમિત્તે ધરતી ટીફીન સેવાને લાભ લેનાર તમામ લોકોને મીઠાઈ જમાડી શકે તેવી વ્યવસ્થા પણ કરી છે. જેના માટે તમે દાન આપી શકો છો.

  આજના સમયમાં ઓછી કિંમતમાં પૌષ્ટિક ભોજન ક્યાંય મળતું નથી

  નોંધપાત્ર વાત એ છે કે આટલી ઓછી કિંમતમાં આજના સમયમાં પૌષ્ટિક ભોજન બીજે ક્યાંય મળતું નથી. તથા જરૂરિયાત વર્ગ ધરાવતી મહિલાઓ દ્વારા આવું શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં સવારે રોટલી, શાક, દાળ-ભાત, મિઠાઈ, દાલ-બાટી, સલાડ વગેરે હોય છે. જ્યારે સાંજે ખીચડી, કઢી, શાક, ભાખરી, રોટલો, પુલાવ વગેરે જોવા મળે છે.

  કેવી રીતે થઇ હતી આ સંસ્થાની શરૂઆત  ?

  ધરતી વિકાસ મંડળની સ્થાપના 1944 માં અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. તે સમયે સમાજ સુધારાના પ્રધારકાર્યને લોકો સુધી પહોંચાડવા માટે સંસ્થાને એક મુખપત્રની જરૂરિયાત જણાતા ઈ.સ. 1947 માં ચન્દ્રવદન લશ્કરીના તંત્રીપદે ધરતી માસિકની શરૂઆત કરવામાં આવી. આ માસિકે તેની દીર્ઘયાત્રા દરમિયાન અનેક ચઢાવ-ઉતાર વચ્ચે પણ સમાજ સુધારાની પ્રવૃત્તિને વેગ આપવામાં અતિ મહત્વનો ફાળો આપ્યો છે.ધરતી વિકાસ મંડળે સમાજમાં કુરિવાજોની નાબૂદી અને વૈચારિક જાગૃતિ માટે આરંભકાળમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા સાથે રહી સુધારાની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. આ બંન્ને સંસ્થાઓએ આ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં અનેક ગામોમાં સમાજ યાત્રાઓ યોજીને સુધારાનો નાદ ગુંજતો કર્યો હતો.

  સરનામું : ધરતી વિકાસ મંડળ, ધરતી સર્કલ પાસે, વિજયનગર પેટ્રોલ પંપ પાસે, નારણપુરા, અમદાવાદ
  Published by:Vijaysinh Parmar
  First published:

  विज्ञापन
  विज्ञापन