Home /News /ahmedabad /ધનતેરસે અમદાવાદમાં 1 હજાર કિલો ચાંદી સાથે 150 કિલો સોનાનું વેચાણ

ધનતેરસે અમદાવાદમાં 1 હજાર કિલો ચાંદી સાથે 150 કિલો સોનાનું વેચાણ

સોના ચાંદીની લગડીનું થયું ભારે વેચાણ

અમદાવાદ શહેરમાં ધનતેરસનાં (Dhanteras 2021) દિવસે ચાંદીની ખરીદી દોઢ ગણી થતા વેપારીઓની દિવાળી (Gold Silver Price) સુધરી ગઇ છે . અમદાવાદ શહેરના સોના ચાંદીની દુકાનોમાં વહેલા સવારથી જ સોના ચાંદીના વસ્તુઓ અને ખાસ કરી ચાંદીની લગડીની સૌથી વધુ (Ahmedabad Gold Silver Price )વેચાણ થયું હતું .

વધુ જુઓ ...
અમદાવાદ શહેરમાં ધનતેરસનાં (Dhanteras 2021) દિવસે ચાંદીની ખરીદી દોઢ ગણી થતા વેપારીઓની દિવાળી (Gold Silver Price) સુધરી ગઇ છે . અમદાવાદ શહેરના સોના ચાંદીની દુકાનોમાં વહેલા સવારથી જ સોના ચાંદીના વસ્તુઓ અને ખાસ કરી ચાંદીની લગડીની સૌથી વધુ (Ahmedabad Gold Silver Price )વેચાણ થયું હતું .

અમદાવાદ જ્વેલર્સ એસો. મંત્રી અને શ્રી અંબિકા જ્વેલર્સના માલિક નિશાંત ધોળકિયાએ જણાવ્યુ હતુ કે કોરોના કાળ બાદ આ વખતે માર્કેટમાં લેવાલી નિકળી છે . લોકો ધનતેરસ નિમિત્ત સુકનનું સોના ચાંદીની ખરીદી કરી રહ્યાં છે . તેમજ આ વખતે વેપારીઓ પણ ખાસ ગ્રાહકોના બજેટને ધ્યાન રાખી 5  ગ્રામથી લઇ નાના ચાંદી અને સોના સિક્કા તૈયાર કર્યા હતા. જેથી સામાન્ય મધ્યવર્ગ પરિવાર સુકાન માટે આજે ખરીદી કરી શકે.

આ પણ વાંચો-સબ સલામતીનાં દાવા પોકાળ, માતા પિતાએ ફોન ન ઉપાડતાં પાડોશીને જાણ કરી, વૃદ્ધ દંપતીની હત્યાની ભાળ મળી

વધુમા નિશાંતભાઇ જણાવ્યા હતુ કે આ વખતે ધનતેરસે શહેરમાં 1 હજાર કિલો ચાંદી સાથે 150 કિલો સોનાનું વેચાણ થયું છે . આ સાથે અન્ય હિરા ઝવેરાત અને પ્રોટીનનું પણ વેચાણ થયું છે . નવરાત્રી શરૂઆત થી વેપારીઓ આશા બંધાણી હતી કે આ વખતે માર્કેટ લેવાલી નિકળશે . કારણ કે છેલ્લા બે વર્ષ બાદ પહેલી વખત શહેરના દિવાળીનો માહોલ ખરીદી માટે સરળ બન્યો છે .

ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી શુકન મનાય છે . આથી ચાંદીની લગડીઓ ડિમાન્ડ પણ વધુ હતી. પહેલાથી જ એડવાન્સ બુકિંગ પણ મળ્યું હતુ . તેમજ ધનતેરસના નિમિત્તે ગ્રાહકો પણ મન મુકી સોના ચાંદીની ખરીદી કરી હતી . કોરોના પગલે ગત દિવાળી માર્કેટમાં કોઇ લેવાલી કે વેચાણ થયું ન હતું . પરંતુ આ વખતે માર્કેટ ઓપન થતા લોકોમાં પણ ભારે ઉત્સાહ ખરીદી માટે હતો . તેમજ હવેથી લગ્ન સિઝન શરૂ થતા અનેક લોકોએ હાલ ભાવ ઓછો હોવાથી અત્યાર થી જ સોના ચાંદીના ઘરેણા તેમજ લગડી લેવાનું પસંદ કર્યું હતુ .

આ પણ વાંચો-પતિ કામે જાય તો પત્નીને કોઈ કરતું ફોન, ગંદી ગંદી માંગણીઓ કરે અને પછી...

નોંધનિય છે કે ધનતેરસના દિવસે ભગવાન ધન્વતંરી અને કુંબેર ભંડારીની પિતાનું અનેરું મહત્વ હોય છે . ધનતેરસના દિવસે જે પણ સ્થાવર મિલકત ખરીદવાના આવે છે તે તેર ગણી વધી જાય છે .આથી ધનતેરસના દિવસ સોના ચાંદીની ખરીદી કરવું શુભ મનાય છે . આ વખતે થયેલા વેચાણના પગલે સોના ચાંદીના વેપારીઓ દિવાળી ચોકક્સ સુધરી છે .
Published by:Margi Pandya
First published:

Tags: Gold and Silver Buy, Gold and Silver Price, Gold and Silver Sold, Gold price, Silver price

विज्ञापन
विज्ञापन