Home /News /ahmedabad /Crime News: ધંધુકામાં કિશન બોડિયાની હત્યા, ભારેલા અગ્ની જેવી સ્થિતિ, પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી અંતિમ યાત્રા

Crime News: ધંધુકામાં કિશન બોડિયાની હત્યા, ભારેલા અગ્ની જેવી સ્થિતિ, પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી અંતિમ યાત્રા

મૃતક યુવકની ફાઈલ તસવીર

Ahmedabad crime news: ધંધુકામાં ભરવાડ યુવકની જાહેરમાં ગોળી મારીને (firing) હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થિતિ વધારે ના વણસે તે માટે પોલીસ (police) બંદોબસ્ત ખડકી દેવાયો છે. અને મૃતકના નામ પર માર્ગ બનાવવાની માંગ પણ કરી હતી.

અક્ષય જોષી, સુરેન્દ્રનગરઃ અમદાવાદ (Ahmedabad) જિલ્લાને અડીને આવેલા ધંધૂકા શહેર (Dhandhuka)માં માલધારી સમાજના યુવકની હત્યા (Murder) મામલે આજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ દ્વારા ધંધુકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આજે સવારથી જ તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું છે. જોકે ઘટનાના પગલે ધંધુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લાની SOG, LCB અને સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે, મંગળવારે મોડી રાત્રે કિશન બોડીયા નામના યુવકને બે અજાણ્યાં શખ્સોએ ફાયરિંગ (Firing) કર્યું હતું. જેમા પ્રથમ ગોળી મિસ ફાયર થઇ હતી અને બીજી ગોળી કિશનને વાગી હતી. જેથી યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ હોસ્પિટલમાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.

આ ઘટનાના પગલે પોલીસે અલગ-અલગ સાત ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમા અંતર્ગત 2 આરોપીની ધરપકડ થઇ છે. આ આખા મામલાની તપાસ DySP રીના રાઠવાના સુપરવિઝનમાં થઇ રહી છે.

મૃતક યુવકના નામે માર્ગ બનાવવાની માંગ
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટીંગ કરી હતી.અને ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે તેવી પણ માગ કરી હતી.

આ પણ વાંચોઃ-Republic dayના દિવસે જ કરુણ ઘટના! અરવલ્લીના મોડાસામાં કારનું ટાયર ફાટતા મહિલા શિક્ષિકાનું મોત

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી યુવકની અંતિમ યાત્રા
મૃતક કિશનની અંતિમ યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યાં જ હત્યાની ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-kutch news: ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક નીચે છકડો ચગદાયો, ત્રણના કમકમાટી ભર્યા મોત

સુરેન્દ્રનગર અને ધાંગધ્રા સંભવત બંધનું એલાન

ઉલ્લેખનીય છે કે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વાર આવતીકાલે તારીખ 28 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર અને ધાંગધ્રા સંભવત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા જાહેરાત દરેક વેપારી અને દુકાનદારોને સમર્થન આપવા અપીલ કરી
First published:

Tags: Ahmedabad news, Boy Murder, Crime news, Gujarati news