Home /News /ahmedabad /Dhandhuka હત્યાકાંડમાં મોટો ખુલાસો: માત્ર કિશન ભરવાડ જ નહીં મૌલાના કમરગનીના ટાર્ગેટ પર હતા અન્ય 1500 લોકો

Dhandhuka હત્યાકાંડમાં મોટો ખુલાસો: માત્ર કિશન ભરવાડ જ નહીં મૌલાના કમરગનીના ટાર્ગેટ પર હતા અન્ય 1500 લોકો

કિશન ભરવાડ અને દિલ્હીના મૌલાનાની તસવીર

Dhandhuka murder: 1500 માણસોની યાદી કમરગનીએ બનાવડાવી હતી. કમરગનીએ પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, યુપીમાં આવેલા શાહજહાંપુરમાં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરાઇ છે.

ધંધુકા: કિશન ભરવાડની (Kishan Bharwad murtder) હત્યાના કેસમાં અત્યારસુધી અનેક ખુલાસા થયા છે. ત્યારે ધંધુકા હત્યાકાંડનો (Dhandhuka murder case) માસ્ટર માઇન્ડ આરોપી દિલ્હીનો મૌલાના કમરગની (maulana qamar gani usmani) ઉર્ફે અરમાનમિયાં હબીબુદ્દીન ઉસ્માનીને સેશન્સ કોર્ટ દ્વારા 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જ્યારે ગુજરાતનો અઝીમ સમાની (Azim Sama) રિમાન્ડ અરજી ફગાવી તેને જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે. પોલીસે રિમાન્ડ મેળવવા માટે કારણ રજૂ કર્યું હતું કે, નબી વિરુદ્ધ ટિપ્પણી કરનારા 1500 માણસોની યાદી કમરગનીએ બનાવડાવી હતી. કમરગનીએ પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, યુપીમાં આવેલા શાહજહાંપુરમાં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરાઇ છે. મુસ્લિમો વિરૂધ્ધના ઉશ્કેરણીજનક સાહિત્ય અંગે ફંડીગના રેકર્ડ પણ કબજે કરવાના છે.

1500 વ્યક્તિઓની યાદી બનાવવામાં આવી

કોર્ટ સમક્ષ સોમવારે પોલીસે રજૂઆત કરી હતી કે, એ.ટી.એસ. દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, ધર્મ તેમજ નબી સામે ટિપ્પણી કરનારા 1500 વ્યક્તિઓની યાદી ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં આવેલી તહેરીકે-ફરોદે- ઇસ્લામ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર સોસાયટીના ઓફિસમાં નેશનલ સેક્રેટરી અહેસાન ઉલ હક્કે બનાવી છે. તેથી આ લેપટોપ અને તેમાં રહેલા લોકોની વિગતો જાણવી જરૂરી છે. આ લિસ્ટમાં ગુજરાતના કોઇ વ્યક્તિઓ છે કે નહીં તેની માહિતી મેળવવી પણ જરૂરી છે. નોંધનીય છે કે, કમરગનીના ગુજરાતમાં 48 જેટલા લોકો સાથે સંપર્ક તપાસમાં મળ્યા છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવાની છે.

આ પણ વાંચો - Kishan Murder Case: ગુજરાત ATSનો મોટો ખુલાસો, કમરગનીના બેંક ખાતામાં 11 લાખના ટ્રાન્જેક્શન મળ્યા

કમરગનીના ઘર અંગે થશે તપાસ

કમરગની સાથે પોલીસ પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેનું ઘર કઇ જગ્યાએ છે તેના જવાબમાં કહ્યુ કે, હું જાણતો નથી. પોલીસ પ્રમાણે, જે અંગે માહિતી મેળવવા રિમાન્ડની જરૂર છે. તે પોલીસ તપાસમાં સહકાર આપતો નથી. ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરનારાને પાઠ ભણાવવા ઘણા સમયથી આંદોલન ચલાવે છે. દેશ આખામાં ફરીને વકીલોને ફી ચૂકવે છે તેવી વિગતો પર તપાસ કરવાની છે. આ સાથે આ તમામ પૈસાની લેતીદેતી માટે તેની પાસે ફંડ ક્યાંથી આવે છે અને કઇ રીતે ભેગું કરે છે તે માટે પણ રિમાન્ડ મેળવવા જરુરી છે.
" isDesktop="true" id="1177240" >

ગુજરાતમાં કોઇ શાખા છે કે નહીં તે અંગે થશે તપાસ

આ ઉપરાંત આરોપી કમરગનીને સાથે રાખી તેની સંસ્થામાં રહેલા લેપટોપ, અન્ય કમ્પ્યૂટરના સી.પી.યુ., સંસ્થાના રજિસ્ટ્રેશનની વિગતો તેમજ બિનમુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણી કરતા સાહિત્ય અંગે પણ તપાસ કરવાની છે. આરોપીએ ગુજરાતમાં પણ કોઇ શાખા ખોલી ધર્મ વિરૃદ્ધ ટિપ્પણી કરનારા લોકોને પાઠ ભણાવવાનું કાવતરુ કર્યુ તે અંગે પણ તેની તપાસ કરવા માટે રિમાન્ડની જરૂર છે.
First published:

Tags: Crime news, Dhandhuka, ક્રાઇમ, ગુજરાત, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો