'નબળો ધણી પોતાની બૈરી પર શુરો' : છારાનગર મામલે ડીજીપી મેદાનમાં !

શું પોલીસ પોતાની ફજેતીનો બદલો લેવા હવે રેડ પાડશે?

News18 Gujarati
Updated: March 13, 2018, 6:54 PM IST
'નબળો ધણી પોતાની બૈરી પર શુરો' : છારાનગર મામલે ડીજીપી મેદાનમાં !
શું પોલીસ પોતાની ફજેતીનો બદલો લેવા હવે રેડ પાડશે?
News18 Gujarati
Updated: March 13, 2018, 6:54 PM IST
'નબળો ધણી પોતાની બૈરી પર શુરો' આ જાણીતી કહેવત ગુજરાત પોલીસને લાગુ કરી શકાય તેમ છે. જ્યાં પાણી બતાવવું જોઈએ ત્યાં "નપાણીયા" જેવી સાબિત થાય છે અને નબળા, બેરોજગાર, શોષિત, દલિત, પીડિત અને મહિલાઓ ઉપર રોફ જમાવીને જાણે ગુનાખોરી ડામવા મોટા કામ કરતી હોય તેમ નીતનવા આદેશ જારી કરે છે. આ પ્રકારનો જ એક આદેશ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ આજે કર્યો છે. મુદ્દે વાત બદલો લેવાની છે ! મહિલાઓ સામે ક્ષોભજનક સ્થિતિમાં શું મુકાયા કે બેઆબરૂ બનેલા પોલીસીવાળાઓ હવે છારાનગરની મહિલાઓને ટાર્ગેટ બનાવી પીડશે।

બાકી શહેરનું શું ? પશ્ચિમ અને કહેવાતા 'પૉશ' વિસ્તારોના ફાર્મહાઉસ-ક્લબ્સ અને મોટા ઘરોમાં ચાલતી 'પાર્ટીઓ' માં સરેઆમ વહેતા ઇંગ્લિશ (એટલેકે ઇન્ડિયન મેડ ફોરેન લિકર) ઉપરના પ્રતિબંધનું શું ? આ તો "સો ચૂહે મારકર બિલ્લા હજ કો ચલા' એવી વાત છે. સારું, ચાલો ક્યાંક ભોંઠા પડ્યા તો શરૂઆત તો થઈ.

વાત જાણે બની છે કે, રાજ્યના ડીજીપીએ "દારૂ તો વેચશું જ" તેવું કહેનારા લોકો સામે તવાઈ શરૂ કરી છે. ડીજીપી શિવાનંદ ઝાએ અમદાવાદના કુબેરનગર
અને છારાનગરમાંથી દારૂનું દુષણ દુર કરવા માટે કડક પગલા ભરવાનો આદેશ કર્યો છે. કુબેરનગર અને છારાનગર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર 2 શિફ્ટમાં સતત દરોડા પાડવાનો આદેશ કર્યો છે. આ મુદ્દે ડીજીપીએ અમદાવાદ પોલીસ

કમિશ્નરને પત્ર લખી આદેશ કર્યો છે. સેક્ટર- 2ના એડિશનલ કમિશ્નરને તમામ રેડનું સુપરવિઝન આપવા માટેનો પણ આદેશ કર્યો છે.

શું છે મામલો?

તારીખ 3 માર્ચના દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત અમદાવાદ પોલીસના સેક્ટર 2ના જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ અશોક યાદવે મહિલાદીન નિમિત્તે છારાનગર વિસ્તારમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડીસીપી શ્વેતા શ્રીમાળી સહિત એસીપી અને અન્ય પોલીસ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે આ કાર્યક્રમમાં છારાનગર વિસ્તારની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. જેમાં કમિશ્નર દ્વારા મહિલાઓને ઉદ્દેશીને કેટલવાએ પ્રેરણાત્મક પ્રવચનો કરવામાં આવ્યા, છારાનગરની મહિલાઓને દારૂના વેપારના દૂષણમાંથી બહાર કાઢવા માટે ઘણા ઉદાહરણો આપી પ્રવચનો કરવામાં આવ્યા પરંતુ, છારાનગરની મહિલાઓ પર આની કોઈ અસર થઈ નહીં , અને પોતાની રોજગારી છીનવી લેવાના પ્રયાસરૂપ આ કાર્યક્રમને જોઈ મહિલાઓ ઉલટાની આક્રમક બની અને પોલીસે સામે બંડ પોકારી એકસૂરે કહેવા લાગી કે, મર ભી જાએંગે લેકિન દારૂ તો બેચેંગે હી બેચેંગે. છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં થતું દારૂનું વેચાણ રોકવા માટે પ્રયત્નના ભાગરૂપે પોલીસ અધિકારીઓ છારાનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દીને ભાષણ આપી ઘણુંબધુ કર્યાનો આનંદ લીધો, પરંતુ કાર્યક્રમ પત્યા બાદ અધિકારીઓને લાગ્યું આતો ઉલમાંથી ચૂલમાં પડી ગયા. અને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો. આ મદ્દે ન્યૂઝ 18 દ્વારા સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો કે, કેવી રીતે પોલીસ ભોંઠી પડી અને ભૂંડીએ લાગી.
Loading...

હવે પ્રશ્ન એ થાય છે કે, શું પોલીસ પોતાની ફજેતીનો બદલો લેવા હવે રેડ પાડશે? શું રોજગારી માટે દારૂનો ધંધો કરતી છારાનગરની મહિલાઓ જ રાજ્યમાં દારૂ વેંચે છે? શું આ મહિલાઓના અડ્ડાઓ પર રેડ પાડી પોતાનો રોફ જમાવવાથી
પોલીસની છબી સુધરી જશે? પોલીસે કેમ માત્ર છારાનગર અને કુબેરનગરના દારૂના અડ્ડાઓ પર રેડ પાડવાનો આદેશ આપ્યો? કેમ અન્ય સ્થળ પર વેંચાતા દારૂના અડ્ડાઓ પર આ રીતની કાર્યવાહી કરવાના આદેશ નથી આપવામાં
આવતા? આ કાર્યવાહીને લોકો નબળી ગાયને બગઈઓ વધારેના રૂપે જોઈ રહ્યા છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर