અમદાવાદઃદેત્રોજમાં છરીના ઘા ઝીંકી કોન્સ્ટેબલની કરપીણ હત્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 8, 2017, 2:05 PM IST
અમદાવાદઃદેત્રોજમાં છરીના ઘા ઝીંકી કોન્સ્ટેબલની કરપીણ હત્યા
અમદાવાદ નજીક આવેલા દેત્રોજમાં જાહેરમાં જ એક કોન્સ્ટેબલને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે.વાહન રોકવા જેવી બાબતમાં થયેલ તકરારની અદાવત રાખી એક શખ્સએ દેત્રોજના કોન્સ્ટેબલને છરીના ઘા મારી દીધાં હતા.જો કે પ્રજાના રક્ષક એવા પોલીસ ની જ હત્યા થઇ જતાં તેના પરિવારજનો ઉપરાંત સ્થાનિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 8, 2017, 2:05 PM IST
અમદાવાદ નજીક આવેલા દેત્રોજમાં જાહેરમાં જ એક કોન્સ્ટેબલને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે.વાહન રોકવા જેવી બાબતમાં થયેલ તકરારની અદાવત રાખી એક શખ્સએ દેત્રોજના કોન્સ્ટેબલને છરીના ઘા મારી દીધાં હતા.જો કે પ્રજાના રક્ષક એવા પોલીસ ની જ હત્યા થઇ જતાં તેના પરિવારજનો ઉપરાંત સ્થાનિકમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

constebal detroj1

દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિનોદ મકવાણાને છરીના ઘા મારી દીધાં હતા.જો કે વિનોદ મકવાણાને ગંભીર ઇજા પહોચતાં તેને તાત્કાલિક સારવાર માટે કડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.પોલીસનું કહેવું છે કે પોલીસ કોન્સ્ટેબલ વિનોદ મકવાણા મોડી સાંજે ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતાં તે દરમિયાન તેમણે એક વાહનચાલકને રોક્યો હતો.જો કે આ વાહનચાલકે તેમની સાથે તકરાર કરતાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી પરંતુ સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો.પરંતુ જ્યારે વિનોદ મકવાણા અને એક હોમગાર્ડ ના જવાન દેત્રોજ બસસ્ટેન્ડ પાસે હતાં તે દરમિયાન આ આરોપીએ અન્ય 3 શખ્સો સાથે આવીને તેમના પર હુમલો કર્યો હતો.

મૃતક વિનોદ મકવાણા મૂળ વીરમગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને છેલ્લા 2 વર્ષથી દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.

અમદાવાદના દેત્રોજમાં કોન્સ્ટેબલની હત્યાનો મામલો
ગ્રામ્ય LCBએ 4 આરોપીની કરી અટકાયત
હત્યા કર્યા બાદ ફાર્મહાઉસમાં સંતાયા હતા
ગ્રામ્ય LCBએ બાતમીના આધારે અટકાયત કરી
પોલીસે ચારેયની વધુ પૂછપરછ હાથ ધરી

First published: May 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर