'વાયુ' વાવાઝોડામાં 30 લાખ લોકો અસરગ્રસ્ત, આ રીતે કરાઈ બચાવ કામગીરી

અત્યાર સુધી ૦૨,૭૮,૪૫૬ લોકોને લૉ-લેવલ એરીયામાંથી સ્થળાંતર કરાવી સલામત સ્થળે પહોંચાડેલ છે. - કુલ રર૮૧ હાઉસ ખોલવામાં આવ્યા છે.

News18 Gujarati
Updated: June 13, 2019, 9:07 PM IST
'વાયુ' વાવાઝોડામાં 30 લાખ લોકો અસરગ્રસ્ત, આ રીતે કરાઈ બચાવ કામગીરી
CM રૂપાણીએ તમામ દેવી દેવતાનો આભાર માન્યો હતો
News18 Gujarati
Updated: June 13, 2019, 9:07 PM IST
રાજ્યના નાગરીકો માટે રાહતના સમાચાર એ છે કે, વાયુ વાવાઝોડું સોરાષ્ટ્ર, કચ્છને બદલે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જેને પગલે રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર-કચ્છ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ સતર્કતાના પગલે હજુ પણ તંત્ર 24 કલાક ખડેપગે જ રહેશે. વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડુ જોવા મળ્યું. ત્યારે ગુજરાતના દરિયાકાંઠા પર આવી રહેલી આફતને પહોંચીવળવા માટે સરકારે પણ જબરદસ્ત તૈયારીઓ કરી હતી, અને લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

હવામાન વિભાગની આગાહી બાદ વાયુ વાવાઝોડાની આફતથી લોકોને બચાવવા તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે એનડીઆરએફની ઘણી ટુકડી બચાવ કામગીરી માટે ખડકી દેવામાં આવી હતી. તો સરકાર દ્વારા આ વખતે કેવા અગમચેતીના પગલા અને બચાવ કામગીરી કરવામાં આવી તે વિગતે જોઈએ.

વાયુ વાવાઝોડાના કારણે ૧o જિલ્લાના ૭૫ તાલુકા અને તેના ૭ર ગામ અસરગ્રસ્ત થયેલ છે. જેમાં આશરે 30 લાખ લોકો અસરગ્રસ્ત થયેલ છે. કે અત્યાર સુધી ૦૨,૭૮,૪૫૬ લોકોને લૉ-લેવલ એરીયામાંથી સ્થળાંતર કરાવી સલામત સ્થળે

પહોંચાડેલ છે. - કુલ રર૮૧ હાઉસ ખોલવામાં આવ્યા છે.

બચાવ રાહત કામ માટે સેન્ટ્રલની ટીમો જેવી કે N.D.R.F-૪૪ ટીમ, ARMY-૧૧ ટીમ, કૉસ્ટગાર્ડ 300 કમાન્ડન્ટ, બી.એસ.એફ.- ૦૨ ટીમ કાર્યરત છે. આ સિવાય SDRF ની ૦૯ ટીમ અને SRPF ની ૧૩ ટીમ કાર્યરત છે. GSDMA દ્વારા કુલ ૫૬ બોટ અલગ અલગ રેસક્યુ એજન્સીઓની પુરી પાડવામાં આવી છે. એરફોર્સના ૦૯ હેલીકોપ્ટર બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવેલ છે.

ઈરીગેશન વિભાગ દ્વારા ડિવોટરીંગ પંપ, ડિઝલ પંપ, ઈલેક્ટ્રીક પંપ, કેન, ડેપર તથા જનરેટર સહિત તૈયાર રાખવામાં આવેલ છે. અસરગ્રસ્તો માટે અન્ન અને નાગરિક પુરવઠો દ્વારા ૦૫ લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. વાવાઝોડાની અગમચેતી સ્વરૂપે દરિયામાં રહેલ ૩૯૩ બોટ તથા ૧૮૬૨ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે.
Loading...

વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રી, તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તા. ૧૦/૦૬/૧૯, ૧૧/૦૬/૧૯ અને ૧૨/૦૬/૧૯ દરમિયાન તમામ લાઈન વિભાગ સેન્ટ્રલ એજન્સી સાથે ૦૩ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તથા જિલ્લા કલેક્ટર સાથે 03 વિડિયો કૉન્ફરન્સ યોજી તમામ પરિસ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

વાવાઝોડાથી થયેલ રોડનું નુકશાન, પડી ગયેલ ઝાડ, બંધ થયેલ પાણી પુરવઠો તથા બંધ થયેલ વિજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા રાજ્યના તમામ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારેના પ્રવાસન સ્થળોથી પ્રવાસીઓને પરત જવા માટે રાજ્ય સરકારની જી.એસ.આર.ટી.સી. કંપની દ્વારા ૫૯ બસ ટ્રિપનું આયોજન કરી કુલ ૧૦૧૭૦ પ્રવાસીઓને વતન પરત કરવામાં આવ્યા હતા.

વાવાઝોડા સંદર્ભે ૪૩ સેટેલાઈટ ફોન સ્થાપિત કરવામાં આવ્યા છે તથા કૉમ્યુનિકેશન ફેલ્યોર થવાની સંભાવના દરમિયાન મોબાઈલ ઓપરેટર કંપનીઓને મેન્ટેનન્સ તેમજ મેન પાવર સાથે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું હતું. આ સાથે વાવાઝોડાની ચેતવણી આપવા કુલ ૪.૫૦ લાખ એસ.એમ.એસ. પ્રભાવિત જિલ્લાના ખેડુતો તથા અન્ય વ્યક્તિઓને આપવામાં આવ્યા.

વાવાઝોડા અન્વયે પ્રભાવિત થનાર વિસ્તારના પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવા જીલ્લા તંત્રને સુચીત કરવામાં આવ્યું હતું. ' વાવાઝોડા અન્વયે પ્રભાવિત થનાર વિસ્તારમાં આરોગ્ય બાબતે સરકારી મેડીકલ ટીમો,
પી.એચ.સી., સી.એચ.સી. હેલ્થ સેન્ટરો પુરતા જથ્થામાં દવાઓ, વાહનો અને મેડીકલ ટીમ સાથે સ્ટાફને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડું ગુજરાતથી ઓમાન તરફ ફંટાયું છે ત્યારે હજી એની અસર વર્તાઇ રહી છે. આ અંગે ગાંધીનગર ખાતે હાઇપાવર સમિક્ષા બેઠક યોજાઇ હતી. અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી મીડિયા સાથે વાત કરીને સમગ્ર મામલાની માહિતી આપી હતી. અને પહેલા તો તેમણે તમામ દેવી દેવતાનો આભાર માન્યો હતો.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...