Home /News /ahmedabad /Ahmedabad : ક્રિશા જન્મી ત્યારે શ્વાસ લઇ શકતી ન હતી, આજે ચિત્રોમાં પ્રાણ પૂરે, જુઓ Video

Ahmedabad : ક્રિશા જન્મી ત્યારે શ્વાસ લઇ શકતી ન હતી, આજે ચિત્રોમાં પ્રાણ પૂરે, જુઓ Video

X
કેનવાસ

કેનવાસ પેઇન્ટિંગ્સ મોઢામાંથી નીકળતી લાળને લઈને ભીનું થઈ જતું

12 વર્ષની ક્રિશા શાહનો જન્મ થયો ત્યારે શ્વાસ લઇ શકતી ન હતી. આજે ચિત્રોમાં પ્રાણ ફૂકે છે. ક્રિશા પાસે ભાષા નથી, પરંતુ પોતે દોરેલા ચિત્રો દ્વારા અભિવ્યક્ત છે. તેનાં 50 જેટલા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

Parth Patel, Ahmedabad : આ એવી ચાઈલ્ડ આર્ટિસ્ટના કલરફૂલ પેઈન્ટિંગ્સ છે. જે 2011 માં યુ.કે. માં જન્મી ત્યારે 20 મીનીટ સુધી શ્વાસ ન હોતા લીધા અને તેને લઈને અનક્લિયર સ્પિચ, એપિલેપ્સી સહિત મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થયા. જો કે આ કન્ડિશનમાં પણ તેના પેરેન્ટસએ આશા ન છોડી અને આજે તે આશાનું કિરણ બની છે. હાથમાં બ્રશ અને રંગો આવે એટલે તેના હાથ ધ્રુજતાં બંધ થઈ જાય છે અને અદ્ભૂત ચિત્રોનું સર્જન કરે છે. 12 વર્ષની આ ચાઈલ્ડ આર્ટિસ્ટનું નામ છે ક્રિશા શાહ.

કેનવાસ પેઇન્ટિંગ્સ મોઢામાંથી નીકળતી લાળને લઈને ભીનું થઈ જતું

ક્રિશા એવી દિવ્યાંગ છે, જેનો શારીરિક કે મેન્ટલ ગ્રોથ સ્લો છે. પણ તેના ચિત્રોમાં આવું કંઈ દેખાતું નથી. ક્યારેક તો કેનવાસ પેઇન્ટિંગ્સ તેના મોઢામાંથી નીકળતી લાળને લીધે ભીનું થઈ જતું. ડોક્ટર્સની ટીમે ઓબ્ઝર્વ કર્યું કે, તે આર્ટ અને ક્રાફ્ટ એક્ટિવિટી કરે છે, ત્યારે તે ખુશી અનુભવે છે અને તેની પ્રોડક્ટિવીટી વધે છે.
આજે દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની ગઈ

ક્રિશા શાહના માતા રાજસીએ જણાવ્યું હતું કે, ક્રિશા હાલ 12 વર્ષ છે અને 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ક્રિશા પાસે ભાષા નથી. પરંતુ પોતાને પોતે દોરેલા ચિત્રો દ્વારા અભિવ્યક્ત કરે છે. આ વખતે 50 જેટલા ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે તે જન્મી ત્યારે 20 મિનિટ સુધી શ્વાસ લઈ શકી ન હતી. પરંતુ આજે તે દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની ગઈ છે.

2018 માં યુ.કે. થી અમદાવાદ શિફ્ટ થયા હતાં

મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર, અનક્લિયર સ્પિચ, એપિલેપ્સી અને સેરેબ્રલ પાલ્સી જેવી બીમારીઓને પાછળ ધકેલી ક્રિશા આજે જીવનની રેસમાં આગળ દોડી રહી છે. જ્યારે ડોક્ટરે પણ આશા છોડી દીધી ત્યારે અમે હિમ્મત હાર્યા વિના દીકરીને સાચવવાના તમામ પ્રયત્નો કર્યા. તેના સારા સ્વાસ્થ્ય માટે 2018 માં યુ.કે. થી અમદાવાદ શિફ્ટ થયા હતાં.

ક્રિશાના પેઇન્ટિંગ્સ તેની પોતાની લાગણીઓનું પ્રતિબિંબ

વિકલાંગતા ધરાવતા બાળકને ઉછેરવું માતા-પિતા માટે એક પડકાર બની જાય છે. પરંતુ ક્રિશાએ તેના જન્મ પછી જીવનને બીજી તક આપવાનું પસંદ કર્યું. ક્રિશા જ્યારે નાની હતી, ત્યારે તેને રંગબેરંગી ટોય્ઝ ખૂબ પસંદ હતા. એટલે અમે તેને આર્ટ ક્લાસમાં મૂકવાનું વિચાર્યું અને અત્યારે તે ખૂબ સારું પરફોર્મ કરી રહી છે. ક્રિશાના પેઇન્ટિંગ્સ તેની પોતાની લાગણીઓનું પ્રતિબિંબ છે.

કોઈની અંદર વિકાસ કરવાની ઈચ્છા હોય તો કંઈપણ અશક્ય નથી

ક્રિશા ઈચ્છે છે કે જો કોઈની અંદર વિકાસ કરવાની ઈચ્છા હોય તો કંઈપણ અશક્ય નથી. ક્રિશાની સર્જનયાત્રાને લોકો સુધી લઈ જવા અમે તેના ચિત્રોનું પ્રદર્શન યોજ્યું છે. જ્યારે તે રંગો સાથે સમય પસાર કરતી ત્યારે તે વધુ સતર્ક અને ધ્યાન કેન્દ્રિત કરતી. ક્રિશા અત્યારે એક સામાન્ય માનવીની જેમ જીવન જીવી રહી છે. 8 વર્ષની ઉંમરે તેણે પોતાની કલ્પનાથી ડાયસ અને અન્ય ડેકોર વસ્તુઓ જાતે બનાવવાનું શરૂ કર્યું. જે તેના પ્રથમ પ્રદર્શનનો પણ ભાગ બની ગયું.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmadabad, Local 18

विज्ञापन