Home /News /ahmedabad /

Ahmedabad: અમદાવાદમાં આ સ્થળે રાષ્ટ્ર ધ્વજ આપીને લઈજાઓ ચાંદીનો સિક્કો

Ahmedabad: અમદાવાદમાં આ સ્થળે રાષ્ટ્ર ધ્વજ આપીને લઈજાઓ ચાંદીનો સિક્કો

15

15 ઓગસ્ટ પછી રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાના ઘણા દ્રશ્યો જોવા મળે છે

અમદાવાદમાં પાલડીના કલ્પવૃક્ષ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.રાષ્ટ્રીય ધ્વજને (National Flag) સન્માન સાથે જમા કરો અને ચાંદીનો સિક્કો લઈ જાઓ.

    Parth patel, Ahmedabad: સમગ્ર દેશે જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ઊજવ્યો. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ નિર્ણય લેવાયો છે કે જે પણ વ્યક્તિ રાષ્ટ્રધ્વજની જાળવણી ન કરી શકતા હોય તેવા વ્યક્તિઓએ રાષ્ટ્રધ્વજના માન-સન્માન માટે મહાનગરપાલિકામાં (Municipality) જમા કરાવી શકશે. તે જ રીતે દેશપ્રેમ ઉજાગર કરવા માટે પાલડીના કલ્પવૃક્ષ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરી છે. રાષ્ટ્રીય ધ્વજને (National Flag) સન્માન સાથે જમા કરો અને ચાંદીનો સિક્કો આપવાની શરૂઆત કરી છે.

    15 ઓગસ્ટ પછી રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાના ઘણા દ્રશ્યો જોવા મળે છે

    કલ્પવૃક્ષ સંસ્થાના કો-ફાઉન્ડર સંપ્રતિ દોશી એ જણાવ્યું હતું કે શહેરમાં સ્વાતંત્ર્ય (Independence) પર્વની ઉજવણી સૌ દેશવાસીઓએ હર્ષોલ્લાસ સાથે કરી છે. પ્રધાનમંત્રી (PM) એ કરેલા હર ઘર તિરંગા અભિયાનમાં કરોડો દેશવાસીઓ જોડાયા હતા. પરંતુ 15 ઓગસ્ટ પછી રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાના ઘણા દ્રશ્યો જોવા મળતા હોય છે. જેમાં આ સંસ્થાના સંસ્થા દ્વારા તિરંગાનું (Tiranga) અપમાન થતા રોકવા માટે એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. જે પણ વ્યક્તિ તિરંગો જમા કરાવશે તેમને ખાંડ અથવા ગોળ માત્ર 50 રૂપિયામાં અને ચાંદીનો સિક્કો (Silver Coin) ભેટ આપવામાં આવશે.





    આ પણ વાંચો : કાંકરિયા ખાતે બાળકો ફરી અટલ ટ્રેનની મજા માણી શકશે; આ છે ટિકિટના દર

    અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોએ રાષ્ટ્રધ્વજજમા કર્યા

    વધુમાં જણાવતાં કહ્યું કે આ વિચાર (Idea) બે દિવસ પહેલા આવ્યો અને એક પોસ્ટ શેર કરવામાં આવી. ત્યારબાદથી 10 હજારથી વધુ કોલ અને SMS આવ્યા છે. અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકો રાષ્ટ્રધ્વજને (National Flag) જમા કરાવી ચૂક્યા છે. આમારો પ્રયાસ તિરંગાનું સન્માન જાળવાનો છે. ફ્લેગ ઓફ કોડ (Flag of Code) જે નિયમ છે તે અતંર્ગત ભવિષ્યમાં (Future) આ તમામ એકત્ર થયેલા તિરંગાનું શું કરવું તે નક્કી કરીશું.

    સરનામું: કલ્પવૃક્ષ ફ્લેગશિપ સ્ટોર, નજીક. લિટલ ફ્લાવર સ્કૂલ, પાલડી ભટ્ટ, પાલડી, અમદાવાદ
    First published:

    Tags: Independence day, National Flag, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन