બુટલેગરની માહિતી આપતા ભાઇની બે સગી બહેનો પર કારમાં ગેંગરેપ,5ની ધરપકડ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
બુટલેગરની માહિતી આપતા ભાઇની બે સગી બહેનો પર કારમાં ગેંગરેપ,5ની ધરપકડ
દાહોદ:દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા પંથક ખાતે પોલીસને દારૂની માહિતી આપવાની અદાવતમા બે સગીર બહેનોને 13 આરોપીઓએ અપહરણ કરી ૧૩ પૈકી 5 શખ્સોએ ચાલુ કારમા બળાત્કાર ગુજાર્યાની ચકચારી ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચ્યો છે. પોલીસે પાચ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
દાહોદ:દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા પંથક ખાતે પોલીસને દારૂની માહિતી આપવાની અદાવતમા બે સગીર બહેનોને 13 આરોપીઓએ અપહરણ કરી ૧૩ પૈકી 5 શખ્સોએ ચાલુ કારમા બળાત્કાર ગુજાર્યાની ચકચારી ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચ્યો છે. પોલીસે પાચ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
geng rep bariya aaropi
દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાં રહેતા એક શખ્સની થોડાક દિવસ પહેલા છોટા ઉદેપુર પોલીસે દારૂની ખેપ કરવાના કેસમાં ધરપકડ કરી હતી અને પોલીસ પુછપરછમા તેણે દારૂનો જથ્થો દેવગઢ બારિયાના ફાગીયા ગામના  કુમત બારિયા પાસેથી લીધો હોવાનુ કબુલ્યુ હતુ. જે બાબતે આરોપી કુમત બારિયા અદાવત રાખી તેની સાથે અન્ય ૧૨ ઈસમોની મદદ લઈ ગઈકાલે ગાડી તેમજ બે બાઈક ઉપર તેના ઘરે આવી તેના પિતા તેમજ તેની ૧૩ અને ૧૫ વર્ષની બે સગીર  બહેનોનુ મેક્ષ ગાડીમા અપહરણ કરી ગયો હતો.
૧૩ ઈસમો પૈકી પાંચ ઈસમોએ બન્ને બહેનો ઉપર ચાલુ જીપમા તેમજ વચ્ચે વ્ચ્ચે ગાડીરોકી બળાત્કાર ગુજારી ધમકી આપી હતી કે તારો ભાઈ મારૂ નામ નઈ કઢાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી  રસ્તા વચ્ચે છોડી ફરાર થઈ ગયા હતા.
આ મામલે બાળાઓના પિતા બંને બાળાઓને ૧૦૮ મારફતે દેવગઢ બારિયા ખાતે હોસ્પિટ્લ લઈ આવી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો  નોંધી તપાસ હાથ ધરી હતી.  બન્ને બાળાઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર તેમજ મેડીકલ તપાસ માટે દાહોદ મોકલી આપી હતી.
પોલીસે કોમ્બિંગ હાથ ધરી પાંચ આરોપીની ધરપકડ કરી  હતી અને અન્ય ફરાર આઠ જેટલા આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.તેમજ આ કેસની તપાસ સીપીઆઈ બી.પી.ચૌધરીને સોપવામ આવી છે.
 
First published: March 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर