Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદીઓ સાવધાન! 24 દિવસમાં જ 662 ડેન્ગ્યુના કેસ નોંધાયા

Ahmedabad News: અમદાવાદીઓ સાવધાન! 24 દિવસમાં જ 662 ડેન્ગ્યુના કેસ નોંધાયા

અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી રહ્યુ છે.

શહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે.

અમદાવાદ: શહેરમાં મચ્છરજન્ય કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ શહેરમાં  મચ્છરજન્ય કેસ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સતત ફોગીગની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં નવરાત્રીના બીજા નોરતે કેટલાક વિસ્તારમાં વરસાદને કારણે ચિંતાનો વિષય બન્યો હતો. પરંતુ પાછોતરો વરસાદ હવે શહેરમાં રોગચાળો ભય ફેલાવી રહ્યો છે. અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે. જે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે ચિંતા વિષય બન્યો છે. છેલ્લા 24 દિવસમાં ડેન્ગ્યુના કેસમાં આપત્તિજનક વધારો થયો છે.

24 દિવસમાં ડેન્ગ્યુના 662 કેસ


શહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં સપ્ટેમ્બરના 24 દિવસમાં 662 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 173 કેસ, ઝેરી મેલેરિયાના 14 કેસ, ચિકનગુનિયા 35 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા 24 દિવસમાં 41,326 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 4462 સેમ્પલ લેવામાં આવ્યા છે.



આ પણ વાંચો: એક વર્ષે વિજય રૂપાણીનો ખુલાસો, ‘રાતે હાઇકમાન્ડે આદેશ કર્યો

સ્વાઈન ફ્લૂના 265  કેસ નોંધાયા


શહેરમાં કોરોના બાદ સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 24 દિવસમાં 265 જેટલા કેસ નોંધ્યા છે. જેમાં અત્યાર સુધી સ્વાઈન ફલૂ કેસનો આંકડો 1036 પહોંચ્યો છે. જે ચિંતાનો વિષય છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 418 કેસ, કમળાના 167 કેસ, ટાઈફોઈડના 265 કેસ જયારે ચાલુ સપ્તાહમાં એક કેસ કોલેરાનો નોંધાયો છે.



આ પણ વાંચો: 'યુનાઇટેડ વે'ના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે પણ હોબાળો

ક્લોરીન ગોળી વિતરણ ચાલુ


અમદાવાદમાં મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ તપાસ માટે 10495 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.



જેમાં અત્યાર સુધી 289 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જયારે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 143200 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ડેન્ગ્યુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन