નોટબંધી મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એકવાર કાઢી ઝાટકણી, શું કહ્યું? જાણો

Haresh Suthar | Pradesh18
Updated: January 11, 2017, 3:34 PM IST
નોટબંધી મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એકવાર કાઢી ઝાટકણી, શું કહ્યું? જાણો
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર નોટબંધી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ની સલાહને નજર અંદાજ કરી વડાપ્રધાને આ સંસ્થાની મજાક ઉડાવી છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 11, 2017, 3:34 PM IST
નવી દિલ્હી #કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર નોટબંધી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ની સલાહને નજર અંદાજ કરી વડાપ્રધાને આ સંસ્થાની મજાક ઉડાવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધીના નિર્ણયને લઇને ભારત દુનિયાભરના અર્થશાસ્ત્રીઓની ટીકાનો ભોગ બન્યું છે. આમ છતાં સરકાર પોતાના નિર્ણય પર મક્કમ છે. પીએમ મોદી પોતાના અર્થશાસ્ત્રીઓની પાછળ છુપાયા છે. સચ્ચાઇ તો એ છે કે નોટબંધીને લીધે ભારતની ઇકોનોમી નબળી પડી છે.

વડાપ્રધાન મોદી નોટબંધીના અર્થશાસ્ત્રને સમજી શક્યા નથી. હવે તો યોગ ગુરૂ બાબા રામદેવ જેવા લોકો સરકારના અર્થશાસ્ત્રી બની ગયા છે. આ જ કારણ છે કે ઓટો મોબાઇલ સેક્ટરમાં ભારત 16 વર્ષ પાછળ ધકેલાઇ ગયું છે. કેટલાય લોકોની નોકરીઓ છિનવાઇ ગઇ છે.

નવી દિલ્હીના જન વેદના સંમેલનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીના તાજેતરના કેટલાક નિર્ણયોને લઇને પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાને પહેલા સફાઇ અભિયાન શરૂ કર્યું, બધાના હાથમાં ઝાડુ પકડાવી દીધા અને પછી ચાર દિવસમાં ભૂલી પણ ગયા.

કેટલાક દિવસ ઇન્ડિયા ગેટ પર યોગાસન કર્યા અને નોટબંધીનું નવું એલાન કરી દીધું. હવે તમે જ કહો કે જે વડાપ્રધાન પદ્માસન નથી કરી શકતા એ ભલા યોગ કેવી રીતે કરશે.

કોંગ્રેસ સરકારની પ્રશંસા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારે 70 વર્ષના શાસનનો હિસાબ આપવાની જરૂર નથી પડી. કોંગ્રેસે દેશ માટે ઘણી કુરબાની આપી છે અને દેશનો દરેક નાગરિક એ જાણે છે. અમે મનરેગા શરૂ કર્યું અને આ કારણે જ દેશમાં બેરોજગારી ઘટી, હવે અચ્છે દિન 2019માં જ આવશે અને સામાન્ય લોકોના દિવસો બદલાશે.
First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर