Home /News /ahmedabad /ભાજપ કાઉન્સિલરનો કમિશનરને પત્ર! મહાવીર જંયતીના રોજ કતલખાના તથા ચિકન મટન શોપ બંધ રાખવા માંગ
ભાજપ કાઉન્સિલરનો કમિશનરને પત્ર! મહાવીર જંયતીના રોજ કતલખાના તથા ચિકન મટન શોપ બંધ રાખવા માંગ
જૈન ધર્મના લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને ભાવનાને ઠેસ ન પહોચે તે માટે શહેરમાં આવેલા કતલખાના, મીટ શોપ્સ, ફીશ શોપ્સ, ચિકન શોપ્સ બંધ રાખવામાં આવે તે જરૂરી છે.
ભાજપ કાઉન્સિલરનો કમિશનરને પત્ર, મહાવીર જંયતીના રોજ કતલખાના તથા ચિકન મટન શોપ બંધ રાખવા માગ કરી છે.
ગાંધીનગર: આાગમી 3 એપ્રિલના રોજ મહાવીર જંયતિના પગલે અમદાવાદ શહેરમાં આવેલા કતલખાના, મીટ સોપ્સ, ફિશ શોપ્સ અને ચીકન શોપ્સ બંધ રાખવા માટે પાલડી વોર્ડના કાઉન્સિલર અને રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે કમિશનર એમ થેન્નારસને પત્ર લખી માંગ કરી છે.
એએમસી રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે પત્રમાં જણાવ્યુ હતું કે, આગામી 3 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં મહાવીર જંયતીની ઉજવણી થનાર છે. અમદાવાદ શહેરમાં જૈન સમાની ઘણી વસ્તી છે. જૈન સમાન આ તહેવાર અહીસા પરમો ધર્મના સિદ્ધાંતને અનસુરી ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. જૈન ધર્મના લોકોની ધાર્મિક લાગણી ન દુભાય અને ભાવનાને ઠેસ ન પહોચે તે માટે શહેરમાં આવેલા કતલખાના, મીટ શોપ્સ, ફીશ શોપ્સ, ચિકન શોપ્સ બંધ રાખવામાં આવે તે જરૂરી છે.
એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ તારીખ 20-3-2023 ના રોજ તમામ રાજ્યોને આ દિવસે કતલખાના બંધ રાખવા એડવાઇઝરી પ્રસિદ્ધ કરી છે. આ પરંપરાને જાળવીને શહેરમાં ચાલતા રેગ્યુલેટેડ કતલખાના બંધ રાખવા તથા કતલખાના બંધ રહેતા હોવાથી માંસનું ઉપ્તાદન ન થઇ શકવાને કારણે મીટ શોપ્સ, ફ્રીશ શોપ્સ, અને ચીકન શોપ્સ પણ બંધ રાખવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
નોધનિય છે કે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબ અનુસાર અમદાવાદ જિલ્લામાં એક કતલખાનું રજિસ્ટર્ડ છે. અમદાવાદમાં કતલ માટે ભેંસ - પાડાંની દર અઠવાડિયે સરેરાશ 200 થી વધુ કતલની મંજૂરી છે. જો કે રાજ્ય સરકારે વર્ષ 2005 થી આજ દિન સુધી પશુઓની કતલ કરવાની સંખ્યામાં વધારો કર્યો નથી. પણ જે ક્વોટા છે તે મુજબ અમદાવાદમાં રોજના 86 પશુઓની કતલ થયા છે. પરંતુ સરકારી આંકડાઓની અલગ સરેરાશ રોજ અનેક ગેરકાયદે કતલના આંકડાઓ પણ સામે આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા ગુન્હો નોધી આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
અમદાવાદમાં રજિસ્ટર્ડ કતલખાનામાં 2019માં 43 હજાર જ્યારે 2020માં 19 હજારથઈ વધુ પશુઓની કતલ થઇ હતી. બને વર્ષમાં આંકડા પર્યુષણના એક મહિના સિવાયના છે. પર્યુષણમાં રાજ્યના કતલખાના બંધ રાખવાનો સરકાર આદેશ કરે છે. પર્યુષણના દિવસો બાદ કરીએ તો અમદાવાદમાં દરરોજ 86 પશુઓની કતલ થાય તે આંકડાઓ વધી જાય છે. કતલખઆના એક મહિનો બંધ ન રહે તો સંખ્યા ક્યા પહોચે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયા છે.