Home /News /ahmedabad /અમદાવાદ : હવે અમને ઓક્સિજન આપો, ઇન્ડસ્ટ્રીઝમાં ઠપ થઈ ગયેલ કામકાજને શરૂ કરવા ઓક્સિજનની માંગ ઉઠી

અમદાવાદ : હવે અમને ઓક્સિજન આપો, ઇન્ડસ્ટ્રીઝમાં ઠપ થઈ ગયેલ કામકાજને શરૂ કરવા ઓક્સિજનની માંગ ઉઠી

કોરોનાની બીજી લહેરની અસર હવે ધીરેધીરે નબળી પડી રહી છે અને સંક્રમણના કેસોમાં ઘટાડો થતા હવે મેડિકલના ઉપયોગ માટે ઓક્સિજન વપરાશ ઘટ્યો

કોરોનાની બીજી લહેરની અસર હવે ધીરેધીરે નબળી પડી રહી છે અને સંક્રમણના કેસોમાં ઘટાડો થતા હવે મેડિકલના ઉપયોગ માટે ઓક્સિજન વપરાશ ઘટ્યો

અમદાવાદ : કોરોનાની બીજી લહેરની અસર હવે ધીરેધીરે નબળી પડી રહી છે અને સંક્રમણના કેસોમાં ઘટાડો થતા હવે મેડિકલના ઉપયોગ માટે ઓક્સિજન વપરાશ ઘટ્યો છે. જેને લઈ હવે ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ઓક્સિજનની માંગ શરૂ કરી છે. ઓક્સિજન વગર એક મહીનાથી ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ બંધ છે. કારીગરો કામધંધા વગર બેસી રહ્યા છે તો ઝડપથી ઇન્ડસ્ટ્રીઝને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા રાજ્ય સરકારને રજુઆત કરાઈ છે.

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણ કેસોમાં ઘટાડો થતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં દર્દીઓમાં ઘટાડો થતા મેડિકલ ઓક્સિજનનો વપરાશ ઘટી રહ્યો છે. તેવી જ રીતે વેન્ટિલેટર બેડની અને ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ પણ ઘટી રહ્યા છે. જેને લઈને ઓક્સિજન રિફિલિગ કરનારાઓ અને ઓક્સિજન સપ્લાયર્સન બિઝનેસ પર બ્રેક વાગી છે. બીજી તરફ જોવા જઈએ તો જ્યારે કોરોનાની બીજી લહેરમાં કેસ પીક ઉપર હતા ત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશ થતા ઓક્સિજનના જથ્થાને પણ મેડિકલ ઉપયોગ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ઓક્સિજન નહીં મળવાને કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ ઠપ થઈ ગયું છે.

આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉનમાં ધંધો ઠપ થતા અને દેવું થઈ જતા યુવાને આપઘાત કર્યો, બે પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

હાલ જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાથી ફરી એક વાર ઇન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવા માંગ ઉઠી છે. એકથી દોઢ મહિના અગાઉ સરકારે મેડિકલ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે 60-40 પ્રમાણે ઓક્સિજન સપ્લાય આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ કેસો વધતા અને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતા 100 ટકા ઓક્સિજનનો જથ્થો મેડિકલમાં ડાયવર્ટ કરવામાં આવ્યો હતો તે જથ્થો હવે ફરી ઇન્ડસ્ટ્રીઝને આપવા માંગ ઉઠી છે.

ઓક્સિજન સપ્લાયર્સ પ્રણવ શાહનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજન પૂરો પડ્યો પરંતુ હવે હોસ્પિટલમાં માંગ ઘટી છે ત્યારે ઓક્સિજન બનાવવા માટે વપરાતું લિક્વિડ ઓક્સિજન ઉડી રહ્યું છે. જેથી ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે હાલમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવાની પરવાનગી સરકારે આપવી જોઈએ. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કુન્તલ શાહ જણાવે છે કે એક મહિનાથી અમારી જેવી ઘણી કંપનીઓમાં ઓક્સિજન સપ્લાયના અભાવે કામકાજ બંધ છે. પ્રોડકશન સદંતર બંધ છે. કારીગરો, કોન્ટ્રાક્ટર કામ વગર બેસી રહ્યા છે. સરકારને વિનંતી કે હવે ઓક્સિજન નહીં મળે તો ઇન્ડસ્ટ્રીઝની હાલત વધુ કફોડી થશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Oxygen, Oxygen cylinder, અમદાવાદ, એએમસી`

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો