Home /News /ahmedabad /લાલચ બુરી બલા હૈ! દિલ્હીના ઠગે અમદાવાદના 20થી વધુ વેપારીઓને રાતા પાણીએ રોવડાવ્યા

લાલચ બુરી બલા હૈ! દિલ્હીના ઠગે અમદાવાદના 20થી વધુ વેપારીઓને રાતા પાણીએ રોવડાવ્યા

દિલ્હીના ઠગ મોહિત જૈને અમદાવાદમાં સનરાઈઝ હોમ એપ્લાયનસીસી નામથી દુકાન શરુ કરી હતી.

દિલ્હીનો ઠગ RTGS પેમેન્ટ કરી વેપારીઓને તેના સ્ક્રિન શોટ પણ મોકલતો જેથી વેપારી તેને માલસામાન મોકલી આપતા. પરંતુ જ્યારે વેપારીઓના ખાતામાં પેમેન્ટ આવે તે રકમ માત્ર એક રુપિયો જ આવતો.

અમદાવાદામાં એક શાતિર 20થી વધુ વેપારીઓને પોતાની જાળમાં ફસાવી 1 કરોડથી વધુનો ચુનો લગાવ્યો છે. હોમ એપ્લાયનસીસની ચીજ વસ્તુઓ આપવાના બહાને ઠગે વેપારીઓ સાથે છેતરપીંડી કરી હતી. લાલચ બુરી બલા છે. આ કહેવત અમદાવાદના વેપારીઓ પર લાગુ પડી છે. કેમકે વધારે વેપારીની લાલચમાં આખરે શહેરના 20થી વધુ વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દિલ્હીથી આવેલા એઠ ઠગમહાશયે વેપારીઓના એક કરોડથી વધુ રુપિયા ચાઉ કરી ફરાર થઈ ગયો છે.

દિલ્હીના ઠગ મોહિત જૈને અમદાવાદમાં સનરાઈઝ હોમ એપ્લાયનસીસી નામથી દુકાન શરુ કરી હતી. જેમાં કિચન સહિત અન્ય ચીજવસ્તુઓનો ધંધો શરુ કર્યા હતો. શહેરના અલગ-અલગ વેપારીઓ પાસેથી તેણે માલ લેવાનુ શરુ કર્યું હતું. મોહિત માલ સામગ્રી ખરીદી સમયસર વેપારીઓને પેમેન્ટની ચુકવણી કરવા લાગ્યો જેનાથી મોહિત પ્રત્યે વેપારીઓને વિશ્વાસ થવા લાગ્યો અને આ જ વિશ્વાસ વેપારીઓે ભારે પડ્યો હતો. એક વર્ષ પહેલા મોહિત વેપારીઓનું ફેુલેકું ફેરવી ફરાર થઈ ગયો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હીમાં મોહિત જૈન એક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અને હોમ એપ્લાયનસીસની વસ્તુઓના માર્કેટિંગ માટે અમદાવાદ વારંવાર આવતો હતો. જેથી અમદાવદાના હોલસેલના વેપારીઓ તેના સંપર્કમાં હતા. બાદમાં 2018માં અમદાવાદ આવી તેણે પોતાનો બિઝનેસ શરુ કર્યો હતો.

આ પણ વાંચો- ગુજરાતમાં અલગ-અલગ જગ્યા એ 6 સ્ટેજમાં બનાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ

મિત્રતા અને વિશ્વાસ કેળવી તેણે વેપારીઓ પાસેથી ધંધા માટે ઉછીના પૈસા લીધા હતા. વેપારીઓ પાસેથી ઉધાર માલ લેવાનું શરુ કર્યુ, RTGS પેમેન્ટ કરી વેપારીઓને તેના સ્ક્રિન શોટ પણ મોકલતો જેથી વેપારી તેને માલસામાન મોકલી આપતા. પરંતુ જ્યારે વેપારીઓના ખાતામાં પેમેન્ટ આવે તે રકમ માત્ર એક રુપિયો જ આવતો. RTGS પેમેન્ટ સ્લીપના સ્ક્રિન શોટમાં ચેડા કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો- જળતાંડવ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી, કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદની શક્યાતા

ઠગ મોહિત જૈને અગાઉ દિલ્હીમાં પણ અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી બાદ અમદાવાદના વેપારીઓ સાથે ઠગાઈ કરીને ઠગ વેપારી ફરાર થઇ ગયો. વેપારીઓની સંખ્યા 20 થી વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે હજુ પણ આ આંકડો વધી શકે તેવી શકયતા છે. હાલમાં સરખેજ પોલીસે છેતરપિંડીને લઈને ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Latest Ahmedabad Crime news, અમદાવાદ ક્રાઇમ, ગુજરાત

विज्ञापन
विज्ञापन