Home /News /ahmedabad /Ahmedabad: બાળકો ઉપર અભ્યાસનું દબાણ કરનાર માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
Ahmedabad: બાળકો ઉપર અભ્યાસનું દબાણ કરનાર માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર
Ahmedabd latest news: દિલ્હીના કિશોરને (Delhi boy) માતા પિતાએ અભ્યાસમાં સારા ગુણ (Good marks in study) મેળવવા માટે દબાણ કરતા કિશોર ઘર છોડીને અમદાવાદ પહોંચી (Ahmedabad) ગયો. અને પોલીસને (Police) મળી આવતા તેણે પોતાનું અપહરણ (Kidnapping) થયું હોવાની વાત વર્ણવી હતી.
અમદાવાદઃ અભ્યાસ માટે બાળકો પર દબાણ (Pressure on children for study) કરતા માતા પિતા (parents) માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીના કિશોરને (Delhi boy) માતા પિતાએ અભ્યાસમાં સારા ગુણ મેળવવા માટે દબાણ કરતા કિશોર ઘર છોડીને અમદાવાદ પહોંચી (Ahmedabad) ગયો. અને પોલીસને (Police) મળી આવતા તેણે પોતાનું અપહરણ (Kidnapping) થયું હોવાની વાત વર્ણવી હતી. જો કે પોલીસ એ કિશોરની પૂછપરછ કરતા અંતે સામે આવ્યું હતું કે તેણે જાતે જ ઘર છોડ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે ગઇકાલે શુક્રવારે વસ્ત્રાપુર પોલીસની (vastrapur police) શી ટીમ પેટ્રોલિંગમાં (she team petroling) હતી. તે દરમિયાન તેઓને સાલ હોસ્પિટલ (sal hospital) નજીકથી એક 17 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. આ કિશોર કોઈ મુશ્કેલીમાં હોવાની શંકા જતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે પોતે સ્કુલમાં પરીક્ષા આપીને ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે ચાર જેટલા ઈસમોએ તેનું અપહરણ કરીને તેને રેલ્વે સ્ટેશન લાવ્યા હતા. જ્યાંથી ટ્રેનમાં તેને અમદાવાદ લઇ આવ્યાં હતા. જો કે અપહરણકારોને થાપ આપીને તે ફરાર થઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં જ પોલીસએ દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો.
જ્યાં આ કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ થઈ હોવાનું જાણવા મળતાં અમદાવાદ પોલીસે દિલ્હી પોલીસને આ કિશોર અંગેની જાણકારી આપી હતી. જેથી દિલ્હી પોલીસ તેના પિતાને લઈને અમદાવાદ પહોંચી હતી.
પોલીસનું કહેવું છે કે કિશોરનું ભવિષ્ય ઉજળું બને તે માટે તેના પિતા તેને અભ્યાસમાં વધુ ધ્યાન આપવા માટે જણાવતા હતા. પરંતુ આ બાબત તેને ગમતી ના હોવાથી તેણે જાતે જ ઘર છોડી ને પોલીસ ને અપહરણ ની સ્ટોરી કહી હતી. જો કે આ કિસ્સો તમામ માતા પિતા માટે ચેતવણીરૂપ છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જામનગરમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. જામનગર શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી-4 માં રહેતા અને જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાની 17 વર્ષની પુત્રી પ્રતીક્ષાબાએ બુધવારે સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો, આથી તેને તાકીદે જી.જી.હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.