Home /News /ahmedabad /Jantri: જંત્રી મામલે રાજ્યના બિલ્ડર પ્રતિનિધિમંડળે CM સાથે કરી બેઠક, સરકારનું હકારાત્મક વલણ

Jantri: જંત્રી મામલે રાજ્યના બિલ્ડર પ્રતિનિધિમંડળે CM સાથે કરી બેઠક, સરકારનું હકારાત્મક વલણ

જંત્રી મામલે CM સાથે પ્રતિનિધિમંડળે કરી બેઠક

Meeting with CM regarding Jantri: જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું. મુખ્યમંત્રી સાથે બિલ્ડરોએ બેઠક યોજી. મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રી સકારાત્મક હોવાનો બિલ્ડરોનો દાવો

અમદાવાદ: જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું. મુખ્યમંત્રી સાથે બિલ્ડરોએ બેઠક યોજી હતી. જે બાદ બિલ્ડર્સનું કહેવું છે કે, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સકારાત્મક હોવાનો બિલ્ડરોનો દાવો છે. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સીટી ચેપટરના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી.

જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ

જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ છે. જંત્રીમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માંગ છે. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજૂઆત કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને મહેસુલ સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બીજી તરફ આજથી જંત્રીના નવા ભાવ પણ એડહોક પ્રમાણે લાગુ કરાયા છે.


આ પણ વાંચો: રાજ્યમાં ડબલ ઋતુનો માર! દ્વારકામાં ગાઢ ધુમ્મસનો કહેર

4 ફેબ્રુઆરી અગાઉ લીધેલા સ્ટેમ્પ અંગે નવો દર નહીં

બીજી બાજુ, રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે, જૂના સ્ટેમ્પવાળાને નવો જંત્રી દર નહીં લાગે. 4 ફેબ્રુઆરી અગાઉ લીધેલા સ્ટેમ્પ અંગે નવો દર નહીં. 4 તારીખ પૂર્વે સ્ટેમ્પ લીધા હોય તેમને નવી જંત્રી દર લાગુ નહીં પડે. આજના દિવસે ઘંટેશ્વર, માધાપર, પરા પીપળીયા અને મનહર પુર, સીટી સર્વે વોર્ડ નંબર 14,15 અને 16માં આજ રોજ 37 એપોઈન્મેન્ટ લેવામાં આવી છે. 37 પૈકી 3 દસ્તાવેજ જૂની જંત્રી દરના થયા છે.

લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી

જમીનની જંત્રીના ભાવને લઇ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જંત્રીના વધતા ભાવ ગરીબોની કમર તોડવા સમાન ગણાવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલા વધારાથી ગરીબોની કમર તૂટી જશે. જંત્રીના ભાવ બમણો કરી નાખવાથી ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન રોડાઈ જશે. જંત્રીના દરમાં થયેલા વધારાની સામે કોંગ્રેસ સરકાર સામે ગુજરાતભરમાં દેખાવ કરશે. જંત્રીના દરોમાં થયેલો વધારો તાત્કાલિક પાછો ખેંચવા પણ વસોયાએ માંગ કરી છે.
First published:

Tags: Gujarat Government, Gujarat News

विज्ञापन