Home /News /ahmedabad /Indian Railway: ગુજરાતમાં રેલવે ટ્રેક પર થતા અકસ્માત રોકવા નિર્ણય, બંને બાજુ ફેન્સિંગ લગાવવામાં આવશે
Indian Railway: ગુજરાતમાં રેલવે ટ્રેક પર થતા અકસ્માત રોકવા નિર્ણય, બંને બાજુ ફેન્સિંગ લગાવવામાં આવશે
ફાઇલ તસવીર
Indian Railway: ગુજરાતમાં ટ્રેન અકસ્માત રોકવા માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંતર્ગત અમદાવાદથી મુંબઈના ટ્રેકની આજુબાજુ તારથી ફેન્સિંગ લગાવવામાં આવશે.
અમદાવાદઃ વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ પશુઓ અથડાવવાની અનેક ઘટના બની છે. ત્યારે ઘણા કિસ્સામાં પશુઓના મોત નીપજ્યા છે તો ઘણા કિસ્સામાં ટ્રેનને પણ નુકશાન થયું હતું. ત્યારે રેલ્વે દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે, અમદાવાદથી મુંબઈ સુધીના ટ્રેકની સેફ્ટી વધારી દેવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ રેલવે ટ્રેકને સુરક્ષિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રેલવે ટ્રેક આસપાસ ફેન્સિંગ લગાવવામાં આવશે
રેલવે મુંબઈથી અમદાવાદ સુધીના 622 કિલોમીટર લાંબા રૂટ પર મેટલ બીમ ફેન્સિંગ લગાવવાનું કામ યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવ્યું છે. 245.26 કરોડ રૂપિયાના ખર્ચે ફેન્સિંગનું કામ મેના અંત સુધીમાં પૂર્ણ કરવાનો ટ્રાગેટ છે. મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 5થી વધુ પશુઓ તેની ઝપટમાં આવ્યાં છે. ટ્રેનની સ્પીડ વધારે હોય તો પશુ વચ્ચે આવે તો પણ રોકવી મુશ્કેલ બની જાય છે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી લઈ અનેક વખત પશુઓ અથડાવવાની ઘટના બની છે અને ટ્રેનને નુકસાન થયું છે. સદનસીબે પેસેન્જર સુરક્ષિત રહ્યા છે. પરંતુ કોઈ ઘટના ન બને તે માટે રેલવે દ્વારા ટ્રેકની બાજુમાં મેટલ બીમ ફેન્સિંગ લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. ફેન્સિંગ લગાવવાના કારણે ટ્રેક અને ટ્રેન બંને સુરક્ષિત રહેશે અને પશુઓ ટ્રેક સુધી આવી શકશે નહીં.
વંદે ભારત ટ્રેન અનેક સુવિધાથી સજ્જ
વંદે ભારત ટ્રેન 6.25 કલાકમાં 491 કિલોમીટરનું અંતર કાપે છે. જો કે, ટ્રેનની 160થી 180 કિલોમીટરની ઝડપે દોડવાની ક્ષમતા છે. વંદે ભારત એક્સપ્રેસમાં પેસેન્જરોને અત્યાધુનિક સુવિધા સજ્જ છે અને વંદે ભારત એક્સપ્રેસમાં એકસાથે 1100 જેટલા પેસેન્જરો મુસાફરી કરી શકે છે. સીસીટીવી કેમેરા, પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, વૅક્યૂમ આધારિત બાયો ટોયલેટ્સ, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ સહિતની સુવિધાથી સજ્જ છે. પરંતુ તેમ છતાં પણ જ્યારે ઝડપથી જતી ટ્રેન સાથે પશુઓ અથડાય છે ત્યારે પેસેન્જરના જીવ તાળવે ચોંટી થાય છે.