'ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું બંધ નહીં કરે તો મારી નાખીશું,' મેવાણીને ફરી ધમકી

News18 Gujarati
Updated: June 8, 2018, 3:18 PM IST
'ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું બંધ નહીં કરે તો મારી નાખીશું,' મેવાણીને ફરી ધમકી
જિગ્નેશ મેવાણી- ફાઇલ તસવીર

  • Share this:
દલિત નેતા જિગ્નેશ મેવાણીને સતત ત્રીજા દિવસે રવિ પૂજારીના નામે ફોન પર ધમકી મળી છે. આ વખતે મેવાણીને રવિ પૂજારી નામના વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાથી ફોન કરીને તેના ફોનમાં આવેલો મેસેજ વાંચવા કહ્યું હતું. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, "ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું બંધ કરી દે નહીં તો મારી નાખીશું. ઉમર ખાલિદ પણ મારા હિટ લિસ્ટમાં છે. આ મારા તરફથી ધમકી છે." મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેના જણાવ્યા પ્રમાણે +75397326097 નંબર પરથી તેને ફોન આવ્યો હતો અને +60176206085 નંબર પરથી તેના મોબાઇલ ફોનમાં મેસેજ આવ્યો હતો. મેસેજના અંતે માફિયા ડોન રવિ પૂજારી એમ લખવામાં આવ્યું હતું.

શું આ સરકારનું કાવતરું?: મેવાણી

સતત ત્રણ દિવસથી મળી રહેલી ધમકી અંગે જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, "મને મળી રહેલી ધમકીઓ શું સરકારનું કાવતરું છે? કારણ કે જો રવિ પૂજારી મારી હત્યા કરી નાખી તો ભાજપાનું કામ સરળ થઈ જશે. આંબેડકરવાદી આંદોલન પર હુમલો કરવાનું પણ આ ષડયંત્ર લાગી રહ્યું છે. "

મેવાણીને સુરક્ષા આપવા રજુઆત

જિગ્નેશ મેવાણીને સતત બે દિવસથી ફોન પર મળી રહેલી ધમકીને પગલે દલિત આગેવાનાઓ ગુરુવારે ગાંધીનગર ખાતે ડીજીપીને રજુઆત કરી હતી. દલિત આગેવાઓને રજુઆત કરી હતી કે જિગ્નેશ મેવાણીને વાય કેટેગેરીની સુરક્ષા પુરી પાડવામાં આવે. આ મામલે ડીજીપીએ યોગ્ય તપાસ કરી સુરક્ષા આપવાની ખાતરી આપી હતી.

'લલ્લૂ પંજૂ સમજ્યો છે શું, પરિણામની રાહ જો'
Loading...

દલિત નેતા તેમજ વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગુરુવારે પણ આવી જ ધમકી મળી હતી. મેવાણીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. મેવાણીએ ટ્વિટ કર્યું હતું કે, "આજે ફરીથી એ જ નંબર પરથી મને ફોન આવ્યો હતો, જેમાં ગઇકાલે ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. આજે એ વ્યક્તિએ ફરી ધમકી આપી છે કે- લલ્લૂ પંજૂ સમજ્યો છે શું, પરિણામની રાહ જો."

બુધવારે પણ મળી હતી ધમકી

સૌપ્રથમ વખત બુધવારે અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીના નામથી બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીના ફોન નંબર +7255932433 પરથી ફોન આવ્યો હતો અને રાજવીર મિશ્રા વાત કરૂ છું તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ +8244 નંબર ઉપરથી પણ કોલ આવ્યો હતો તેમાં રવિ પૂજારી બોલું છું તેવુ કહીને વાત કરી હતી. મહત્વનું છે કે જીજ્ઞેશ મેવાણી આ સમગ્ર ઘટનાની જાણ ટ્વિટ6 કરીને કરી હતી.
First published: June 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...