Home /News /ahmedabad /Amarnath Yatra: અમરનાથ યાત્રાથી આવ્યા દુખદ સમાચાર, એક ગુજરાતી યાત્રીનું રસ્તામાં જ મોત
Amarnath Yatra: અમરનાથ યાત્રાથી આવ્યા દુખદ સમાચાર, એક ગુજરાતી યાત્રીનું રસ્તામાં જ મોત
(અમરનાથ યાત્રા)
અમરનાથ યાત્રાએ પહોંચેલા ગુજરાતી યાત્રી એવા 73 વર્ષીય વ્રજલાલ હિરાલાલ વ્યાસ બીમાર થયા બાદ તેમને સારવાર અર્થે પહેલગામના અનંતનાગના જીએમસી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના (Amarnath Cave Cloud Burst)કારણે આંશિક રુપથી રોકવામાં આવેલી અમરનાથ યાત્રા (Amarnath Cave)ફરીથી શરુ થઇ ગઈ છે. જમ્મુમાં રોકાયા પછી અમરનાથ (Amarnath) તીર્થયાત્રીઓનો નવો જત્થો જમ્મુ બેસ કેમ્પથી નીકળવા લાગ્યો છે. ત્યારે વધુ એક અમરનાથ યાત્રીનું અવસાન થયું છે. અમરનાથ યાત્રાએ પહોંચેલા 73 વર્ષીય વ્રજલાલ હિરાલાલ વ્યાસનું બે દિવસની સારવાર બાદ પહેલગામની હોસ્પિટલમાં મોત થયું છે.
અમરનાથ યાત્રાએ પહોંચેલા ગુજરાતી યાત્રી એવા 73 વર્ષીય વ્રજલાલ હિરાલાલ વ્યાસ બીમાર થયા બાદ તેમને સારવાર અર્થે પહેલગામના અનંતનાગના જીએમસી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં 2 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વ્રજલાલ વ્યાસને ડબલ નિમોનિયા થયો હતો જેના કારણે તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી પરંતુ 2 દિવસની સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું છે.
#WATCH | A day after the Amarnath yatra resumed, heavy inflow of devotees continues. Visuals from Baltal route
ત્યાં જ આ દરમિયાન અમરનાથ યાત્રાએ પહોંચેલા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અમે લોકો પોતાના ઘરેથી પ્રણ લઇને આવ્યા છીએ કે ભોલેનાથના દર્શન કર્યા વગર અમે ઘરે જઇશું નહીં. બાબાના દર્શન કરવા માટે અમે અહીં આવ્યા હતા પણ આ દુર્ઘટના થઇ હતી સરકારે ફરીથી યાત્રા શરુ કરી છે અને ઘણા ખુશ છીએ.
જણાવી દઇએ કે, દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા (Amarnath)પાસે ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સાંજે 5.30 કલાકની આસપાસ વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. તેની ચપેટમાં આવીને ગુફાની બહાર શિવિરમાં બનેલા ઘણા ટેન્ટ નષ્ટ થયા હતા. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે અને લગભગ 40 લોકો ગુમ છે.