26/11નો આરોપી ડેવિડ હેડલી પહેલી વાર આપશે કોર્ટમાં ગવાહી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
26/11નો આરોપી ડેવિડ હેડલી પહેલી વાર આપશે કોર્ટમાં ગવાહી
મુંબઇઃ લશ્કર-એ-તોયબાનો પાકિસ્તાની-અમેરિકન સભ્ય ડેવિડ હેડલી પહેલી વાર મુંબઇની કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સથી ગવાહી આપશે. તેણે 26/11ના મુંબઇ આતંકી હુમલામાં સરકારી સબુત બનાવાયો હતો. તે સમગ્ર આતંકિ સાજીસ મામલે નવા ખુલાસા કરી શકે છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
મુંબઇઃ લશ્કર-એ-તોયબાનો પાકિસ્તાની-અમેરિકન સભ્ય ડેવિડ હેડલી પહેલી વાર મુંબઇની કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સથી ગવાહી આપશે. તેણે 26/11ના મુંબઇ આતંકી હુમલામાં સરકારી સબુત બનાવાયો હતો. તે સમગ્ર આતંકિ સાજીસ મામલે નવા ખુલાસા કરી શકે છે. સરકારી વકીલ ઉજ્જલ નિકમ હેડલીને સવાલો પુછી રહ્યા છે. નિકમના દાવા મુજબ 26/11ના હુમલા પાછળ કેટલાય તથ્યો સામે લાવવા માટે હેડલીની ગવાહી મહત્વની છે. હેડલી મંગળવારે સવારે 7થી બપોરે 12.30 વચ્ચે વીડિયો કોન્ફરન્સથી અદાલતમાં ગવાહી આપશે. આ વચ્ચે મુંબઇના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હેડલી આ ષડયંત્રના મહત્વની કડીઓ ખોલી શકે છે. અને હુમલામાં જોડાયેલા દરેકની જાણકારી આપી શકે છે. મુંબઇ આતંકી હુમલામાં 166 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ 309લોકો ઘવાયા હતા. અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનની ભૂમિકા પણ બહાર આવી શકે છે. અદાલતે 10 ડિસેમ્બર 2015ના હેડલીને સરકારી ગવાહ બનાવ્યો હતો. અને તેને આઠ ફેબ્રુઆરીએ અદાલતમાં ગવાહી આપવાનો આદેશ કરાયો હતો. અત્યારે મુંબઇ હુમલામાં પોતાની ભુમિકાને લઇ અમેરિકામાં 35 વર્ષની જેલની સજા કાપી રહેલા હેડલીને વિશેષ ન્યાયાધિશ જી.એ.સનપને કહ્યું હતું કે, જો તેને માફ કરી દેવાય તો તે ગવાહી આપવા માટે તૈયાર છે. ન્યાયાધીશ સનપે હેડલીને કેટલીક શર્તો પર સરકારી ગવાહ બનાવ્યો હતો અને તેને માફી આપી હતી.
First published: February 8, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...