Home /News /ahmedabad /નવરાત્રીમાં આંખ નીચે થઇ જાય છે કાળા કુંડાળા? તો અજમાવો આ આયુર્વેદિક ઉપાયો

નવરાત્રીમાં આંખ નીચે થઇ જાય છે કાળા કુંડાળા? તો અજમાવો આ આયુર્વેદિક ઉપાયો

નવરાત્રીની ફાઇલ તસવીર

નવરાત્રીમાં ડાર્ક સર્કલ્સને મેકઅપથી છુપાવવા કરતા કાયમી છુટકારો આવી રીતે પણ મેળવી શકાય છે.

અમદાવાદ: આમ તો આંખ નીચે ડાર્ક સર્કલ્સ પડી જવાના અનેક કારણો હોય છે પરંતુ ખાસ કરીને જ્યારે નવરાત્રીમાં આખી રાત ગરબે ઘૂમીને થતા ઉજાગરાના કારણે આંખ નીચે કાળા કુંડાળા પડી જાય છે. ઉજાગરાના કારણે આંખો લાલ થઈ જતી હોય છે. જેમ જેમ ઉજાગરા વધતા જાય તેમ તેમ એ લાલાશ અને ડાર્ક સર્કલ્સ વધતા જાય છે. જોકે, આ ડાર્ક સર્કલ્સને દૂર કરવાના કેટલાક ઈલાજ છે. જેનાથી એ ડાર્ક સર્કલ્સ દુર તો થઈ જ જશે સાથે આંખોને ઠંડક મળશે અને ચહેરો પહેલા કરતા વધુ નિખરી જશે.

ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રસ જો આ અખલડી રાતી રે ઉજાગરો ક્યાં રે કીધો. જી હા નવરાત્રિમાં નવ દિવસ મન મુકીને ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થશે. કારણ કે, નવ દિવસ દરમિયાન ગરબે રમી રમીને માત્ર પગ થાકી જાય છે તેવું નથી હોતું. નવે નવ દિવસ આખી રાત ઉજાગરાના કારણે આંખો પણ લાલ થઈને જવાબ આપી જ દે છે. એટલું જ નહીં ઘણીવાર ઉજાગરાના લીધે આંખોની નીચે કાળા કુંડાળા થઈ જાય છે. આયુર્વેદિક નિષ્ણાતઓના મતે આવી આંખોની લાલાશ દૂર કરવા અને આંખોની નીચે થતા ડાર્ક સર્કલ્સ દૂર કરવા આયુર્વેદિક અને ઘરઘથ્થુ ઈલાજ છે.

આ પણ વાંચો:  દીકરીએ પ્રેમલગ્ન કર્યા તો, પિતાએ કર્યુ અપહરણ

નિષ્ણાતોના મતે આંખોની લાલાશ હોય ત્યારે આંખોમાં જોરદાર બળતરા થતી હોય છે. આ આંખોને હલકા હાથે ધોવામાં આવે તો બળતરા દૂર થાય છે. આ ઉપરાંત આંખોની આ લાલાશ અને બળતરા દૂર કરવા અને આંખોને ઠંડક આપવા દેશી ઉપચાર હાજર જ છે. ખીરા કાકડીની સ્લાઈસ કરીને કે તેને છીણીને તેનું પેસ્ટ આંખ બંધ કરી તેના પર થોડીવાર રાખવાથી આંખોને ઠંડક મળે છે. એવી જ રીતે ડાર્ક સર્કલ્સ પર પણ ખીરા કાકડીની પેસ્ટ લગાવી ડાર્ક સર્કલ્સ દૂર કરી શકાય.

આ પણ વાંચો: IITનાં વિદ્યાર્થીઓએ બનાવ્યો હાઇબ્રિડ બર્નર

આ ઉપરાંત પીપળાની છાલને દૂધમાં પીસી પેસ્ટ જેવું બનાવી આંખના કાળા ઘેરાવ પર લગાવવું જોઈએ. હળદર, ગુલાબજળ અને મુલેડીની પેસ્ટ બનાવી ડાર્ક સર્કલ્સ પર લગાવી રાખવા. આ પ્રકારે થોડા દિવસનાં પ્રયોગથી કાળા ડાઘા આછા થવા લાગશે. તેવી જ રીતે ચંદન, ખસનું ચૂર્ણ, હળદરને ગુલાબજળમાં મેળવી ડાર્ક સર્કલ્સ પર નિયમિત લગાવવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાશે. આવી જ રીતે એલોવેરા જેલમાં દહીં મેળવી તેને ડાર્ક સર્કલ્સ પર લગાવવાથી આંખોને આરામ મળે છે અને ઝડપથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lifestyle, અમદાવાદ, ગુજરાત, નવરાત્રી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन