અમદાવાદઃબુટલેગરે યુવાનની તલવારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 5:26 PM IST
અમદાવાદઃબુટલેગરે યુવાનની તલવારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં એક યુવાનને તલવારના ઘા ઝીંકીને ક્રુરતાથી હત્યા કરી નાંખી છે.યુવાનને તલવારના ઘા ઝીંકતા તે બનાવસ્થળથી લગભગ 100 ફુટ દુર જઇને ઢળી પડ્યો હતો.અમદાવાદ શહેર હવે જાણે કે અસલામત બની ગયુ હોય તેમ લાગી રહ્યું છે.રોજબરોજ હત્યા, મારામારી અને ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યાં છે
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 5:26 PM IST
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં એક યુવાનને તલવારના ઘા ઝીંકીને ક્રુરતાથી હત્યા કરી નાંખી છે.યુવાનને તલવારના ઘા ઝીંકતા તે બનાવસ્થળથી લગભગ 100 ફુટ દુર જઇને ઢળી પડ્યો હતો.અમદાવાદ શહેર હવે જાણે કે અસલામત બની ગયુ હોય તેમ લાગી રહ્યું છે.રોજબરોજ હત્યા, મારામારી અને ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યાં છે

શહેરના દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ચકચાર બની ગઇ છે.ફુટીક મસ્જિદ પાસે રાજુ ઉર્ફે લોગી નામના યુવાનને તલવારના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી છે.પોલીસનું કહેવું છે કે આ હત્યા દરિયાપુરના કુખ્યાત બુટલેગર ભદ્રેશ ઉર્ફે ભુરજી ઠાકોરએ કરી હોવાની આશંકા છે.રાજુ લોગીને ભદ્રેશના પત્ની સાથે આડાસંબંધો હોવાથી હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે.ભદ્રેશ દરિયાપુરમાં કુખ્યાત બુટલેગર છે અને અનેક વખત પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજુ ઉર્ફે લોગી મહેદીકુવાનો રહેવાસી છે.જો કે રાજુ પણ ગુનાહીત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.જે બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો છે.હત્યાના સમયે ભદ્રેશએ રાજુને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી હતી.પરંતુ આરોપી અને મૃતક દારૂ પીવા માટે બેઠા હતાં તે દરમિયાન બંન્ને વચ્ચે કોઇ બાબતને લઇને બોલાચાલી થતાં ભદ્રેસએ રાજુની હત્યા કરી હોવાની ચર્ચાએ પણ આસપાસના વિસ્તારમાં જોર પકડ્યું હતું.

First published: May 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर