માંડલ : પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનની હત્યા મામલે યુવતીનાં પિતાની અટકાયત

આ કેસમાં હજી મૃતક દલિત યુવાનની પત્ની ગુમ છે તેને શોધવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે.

News18 Gujarati
Updated: July 13, 2019, 2:09 PM IST
માંડલ : પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનની હત્યા મામલે યુવતીનાં પિતાની અટકાયત
હરેશ સોલંકીની પત્ની સાથેની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 13, 2019, 2:09 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા દલિત યુવકની પોલીસ તથા સરકારી અધિકારીની હાજરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. કચ્છનાં ગાંધીધામનો દલિત યુવાન પોલીસની અભયમ ટીમ સાથે પત્નીને લેવા વરમોર ગામમાં ગયો હતો. જ્યાં યુવતીના પિતા, ભાઈ સહિત આઠ વ્યક્તિઓએ ધારીયા, તલવાર, છરી તેમજ લાકડીથી જીવલેણ હુમલો કરી યુવાનને જાહેરમાં જ રહેંસી નાખ્યો હતો. અભયમ્ 181 મહિલા પોલીસની ટીમ ઉપર હુમલો કરી પોલીસની હાજરીમાં હત્યાને અંજામ અપાયો હતો.

યુવતીને શોધવા 4 ટીમો બનાવવામાં આવી

આ મુદ્દે માંડલ પોલીસે 8 લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે યુવતીનાં પિતા અને અન્ય એક  વ્યક્તિની અટકાયત પણ કરી દેવામાં આવી છે. આ કેસમાં હજી મૃતક દલિત યુવાનની પત્ની ગુમ છે તેને શોધવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : યુપીનાં MLAની દીકરી અને દલિત યુવકે લગ્ન કર્યા, વીડિયો બનાવી સુરક્ષા માંગી

અભ્યમનાં કાઉન્સેલરની બેદરકારી સામે આવી

આ કેસમાં અભ્યમનાં કાઉન્સિલર ભાવિકા એસ. ભગારોની બેદરકારી સામે આવી છે.  મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
Loading...

જાણો આખી ઘટના

કચ્છના ગાંધીધામમાં રહેતા દલિત યુવાન 23 વર્ષનાં હરીશ યજવંતભાઈ સોલંકીને અમદાવાદ જિલ્લાના વરમોરની યુવતી સાથે પ્રેમ થયો હતો. બંનેએ ભાગી જઈને કાયદેસર લગ્ન કરી લીધા હતા. આ બાબતની જાણ થતાં યુવતીના પિતાએ ગાંધીધામ જઈને પોતે રાજીખુશી હોવાનું જણાવીને દિકરીને છેલ્લા બે મહિનાથી પોતાના ઘેર લઈ આવ્યા હતા. આ યુવતી સગર્ભા હતી. દલિત યુવાન પત્નીને તેના ઘરેથી લેવા માટે 181 હેલ્પલાઈનમાં ફોન કરી મદદની માંગી હતી. અભયમ્ હેલ્પલાઈનના કાઉન્સીલીર ભાવિકા એસ. ભગારો, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતાબેન અને ગાડીના ચાલક સુનિલભાઈ સોલંકી માંડલ બસ સ્ટેન્ડ પહોંચ્યાં હતા. 181નો સ્ટાફ યુવતીનાં ઘરે તેના પરિવારને સમજાવવા માટે ગયા હતાં. પ્રેમલગ્ન કરનાર યુવાનને ગાડીમાં જ બેસાડી રાખવામાં આવ્યો હતો.

અભયમના સ્ટાફને વળાવવા આવેલા યુવતીના પિતા દશરથસિંહ ઝાલાએ અચાનક ગાડીમાં બેઠેલા હરેશ યશવંતભાઈ સોલંકીને જોયો હતો. જે બાદ જાતિવાચક અપમાનજનક શબ્દો બોલીને તેના દિકરા ઈન્દ્રજીતસિંહ સહિત અન્ય ઈસમોને કહ્યું કે આપણી દિકરીને લઈ જનારને પુરો કરી નાખો. જેને પગલે ઉશ્કેરાયેલા તમામ ઈસમોએ અભયમ્ ગાડીની સાથે સાથે મહિલા કાઉન્સીલર અને મહિલા પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જ્યારે દલિત યુવાન હરેશ સોલંકી ઉપર તલવાર, ધારીયા, છરી તેમજ લાકડીઓથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...