વિઠ્ઠલાપુર દલિત યુવક ઉપર અત્યાચાર કેસઃ બે આરોપી પોલીસ સમક્ષ થયા હાજર

News18 Gujarati
Updated: June 16, 2018, 12:26 PM IST
વિઠ્ઠલાપુર દલિત યુવક ઉપર અત્યાચાર કેસઃ બે આરોપી પોલીસ સમક્ષ થયા હાજર
વિઠ્ઠલાપુર દલિત યુવકને માર મારનાર આરોપીઓ
News18 Gujarati
Updated: June 16, 2018, 12:26 PM IST
અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ગામમાં દલિત યુવક ઉપર કેટલાક યુવકોએ અત્યાચાર ગુજાર્યો હતો. જેનો વીડિયો પણ યુવકોએ ઉતાર્યો હતો. આ કેસમાં બે આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. જેથી ST-SC સેલના DYSPએ બન્ને આરોપીઓની કરી અટકાયત કરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવકને માર મારવાની ઘટનાનો વીડિયો ઉતારનાર જયદીપ ઉર્ફે જયલો ઝાલા અને ચેહરસંગ ઠાકોર ઉર્ફે ભયલું પોલીસ સમક્ષ હાજર થયા છે. શનિવારે સવારે હાજર થયેલા બંને આરોપીઓ એદલા ગામના રહેવાસી છે. પોલીસે બંનેની પૂછપરછ હાથધરી છે. જેમાં યોગેશ નામના વધી એક આરોપીનું નામ ખુલ્યું છે. આ ઉપરાંત દલિત યુવકને માર મારનાર મુખ્ય આરોપી ભરત અત્યારે ફરાર છે. પોલીસે ફરાર આરોપીને પકડવાની તજવીજ પણ હાથધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ફાઇલ તસવીર


બેચરાજી પાસે આવેલા વિઠ્ઠલાપુરમાં દલિય યુવકને અમુક સમાજના યુવકો દ્વારા માર મારવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો પ્રમાણે કેટલાક યુવકો દલિત યુવકને લાતો મારી, ધોકા વડે ફટકારી, જમીન ઉપર પટકીને માફી માગવા માટે મજબૂર કરાતો દેખાઇ રહ્યો છે.

વિઠ્ઠલાપુરના ગામના કિશોરને માર મરાયો


વાયરલ થઈ રહેલા વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?
Loading...

તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં બે યુવકો એક કિશોરને ફટકારી રહ્યા છે. સામાપક્ષે કિશોર તેને છોડી દેવાની વિનંતી કરી રહ્યો છે. આ સમયે એક ત્રીજો વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છે. વીડિયોમાં બે યુવકો એક કિશોરને પોતાને દરબાર કહેવા બદલ ફટકારીને માફી માંગવા કહી રહ્યા છે. શરૂઆતમાં બંને યુવકો કિશોર સાથે ધોલ-થપાટ કરે છે.

બાદમાં કિશોરને લાકડીથી ફટકારે છે. જમીન નીચે પડી ગયેલા કિશોરને લાતો પણ મારવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કિશોરને ઊંચકીને નીચે પણ ફેંકે છે. બંને કિશોર પાસે પોતાના પગ પકડાવીને માફી પણ મંગાવે છે. અંતે કિશોર ફરી ક્યારેક આવું નહીં કરવાનું કહીને ત્યાંથી ભાગી જાય છે. વીડિયોમાં કિશોર એવું પણ કહી રહ્યો છે કે જો હવે ફરીથી દરબાર કહું તો મને વિઠ્ઠલાપુર ગામ વચ્ચે ફટકારજો.

કિશોરને માર મારી માફી મંગાવી


તાજેતરમાં અનેક ઘટનાઓ આવી છે સામે

જાતિવાદને લઈને થઈ રહેલી હિંસાના તાજેતરમાં અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં નામ પાછળ સિંહ લગાવવા બદલ કે પછી મૂછો રાખવા કે ઘોડો રાખવા બદલ યુવકોને માર મારીને માફી મંગાવવામાં આવી હતી. હવે ફરી આવો એક વીડિયો સામે આવતા ફરી જાતિવાદનું 'ભૂત' ધૂણવા લાગ્યું છે. પાલનપુર પાસેના ગામમાં પણ બાબરીની આમંત્રણ પત્રિકામાં નામ પાછળ સિંહ લખવાથી પણ મોટો હોબાળો થયો હતો.

 

 
First published: June 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...