Cyber Fraud case: અત્યારે સાયબર ફ્રોડના કેસોમાં વધારો થઈ રહ્યા છે. ઘણા જાણીતા લોકોના ફેસબુક એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. જો આપને કોઈ નામી વ્યક્તિ કે નામી ડોક્ટરર્સના ફોટો સાથે સોશિયલ મીડિયા પર રૂપિયાની મદદ માંગતો મેસેજ આવે તો સાવધાન થઈ જજો. કારણ કે આ મેસેજ ફ્રોડ હોઈ શકે છે. હાલમાં અમદાવાદના જાણીતા ડોક્ટર્સ સાયબર ગઠીયાઓના સોફ્ટ ટાર્ગેટ બન્યા છે.
અમદાવાદ: અત્યારે સાયબર ફ્રોડના કેસોમાં વધારો થઈ રહ્યા છે. ઘણા જાણીતા લોકોના ફેસબુક એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. જો આપને કોઈ નામી વ્યક્તિ કે નામી ડોક્ટરર્સના ફોટો સાથે સોશિયલ મીડિયા પર રૂપિયાની મદદ માંગતો મેસેજ આવે તો સાવધાન થઈ જજો. કારણ કે આ મેસેજ ફ્રોડ હોઈ શકે છે. હાલમાં અમદાવાદના જાણીતા ડોક્ટર્સ સાયબર ગઠીયાઓના સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. આ સાયબર ગઠિયાઓએ અંદાજે 20થી 25 જાણીતા ડોક્ટર્સના ફેસબુક એકાઉન્ટ જેવુ જ ફેક ફેસબુક આઈડી બનાવી દીધુ છે. અને દર્દીઓ તેમ જ તેમના જાણીતા લોકો કે પછી ફેસબુક ફોલોઅર્સ પાસેથી ગુગલ પે કે ફોન પે દ્વારા રુપિયાની માગંણી કરવામાં આવી રહી છે.
ડોક્ટરર્સના ફેસબુક એકાઉન્ટ હેક થયા
હાલમાં આ ડોક્ટર્સ દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટ હેક થયા અંગેની સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી છે. જેમ જેમ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યોં છે તેમ તેમ તેનો દુરઉપયોગ પણ વધી રહ્યોં છે. ખાસ કરીને ટેકનોલોજી વધતા સાયબર ફ્રોડ જેવા ટેક્નિકલ ક્રાઈમ પણ વધવા લાગ્યા છે. સાયબર ક્રાઈમ કરનારા તત્વો ખ્યાતનામ વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી રહ્યા છે. યા તો તેમના નામના જ ફેક એકાઉન્ટ બનાવી કૌભાંડ આચરી રહ્યા છે. એટલે જ આવા ખ્યાતનામ વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપને જો મદદ માટે રૂપિયા માંગતા મેસેજ આવે તો ભાવનાત્મક રીતે વિચારવા કરતા ટેક્નિકલ રીતે વિચારજો. નહિ તો તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે.
હાલમાં જ અમદાવાદના જાણીતા ડોક્ટર્સના ફેસબુક એકાઉન્ટ હેક થયા છે. તેમના ઓરિજનલ એકાઉન્ટમાંથી ફોટાઓ ડાઉનલોડ કરી ફેક આઈડી બનાવી દેવાયા છે. અને હવે સાયબર ગઠિયાઓ એ ફેક આઈડી પરથી ડોક્ટર્સના દર્દીઓ અને તેમના સગાસબંધીઓને મેસેજ કરી રુપિયાની મદદ માંગી રહ્યાં છે. આવા મેસેજ મારફતે અમુક રકમ ગુગલ પે કરવા મેસેજ કરી રહ્યાં છે. આ બાબતને ડોક્ટર્સએ ગંભીરતાથી લીધી છે. આ અંગેની જાણ સાયબર ક્રાઈમમાં કરવામાં આવી છે. જેથી કરીને અન્ય લોકો ફ્રોડથી બચી શકે. ડોક્ટર્સએ હવે તેમના સગા અને દર્દીઓને આ ફેક ફેસબુક એકાઉન્ટ છે તેવી જાણકારી પણ મેસેજ મારફતે આપી રહ્યાં છે જેથી કરીને તે લોકો છેતરપીંડીથી બચી શકે.
ફેક ફેસબુક એકાઉન્ટ પૈસા માંગ્યા
આ અંગે જાણીતા કેન્સર સર્જન ડો. ધ્રુવ પટેલે જણાવ્યું કે, મારુ બે વખત ફેસબુક એકાઉન્ટ હેક કરી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા છે. સાથે મારા મિત્ર ડો. દિપક કે તેઓ પણ કેન્સર સર્જન છે. તેઓનું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને પછી દર્દીઓ અને સગા સબંધી ઓ પાસેથી રુપિયાની માંગ કરી હતી.આ પ્રકારનું જ ફેક ફેસબુક એકાઉન્ટ થોડા સમય પહેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલ તેમજ GTUના પૂર્વ કુલપતિ પ્રો. નવીન શેઠનું પણ બનાવી દેવાયું હતું અને ના પ્રોફેસરોને તથા અન્ય લોકોને મેસેજ કરીને ગિફ્ટ કાર્ડની લિંક મોકલી હતી. જે ખોલતા છેતરપિંડી થઈ શકે. આ મામલે પ્રો. નવીન શેઠએ પણ સાયબરક્રાઈમમાં જાણ કરી હતી.