Home /News /ahmedabad /

યુવતીને પામવા યુવકનું ચોંકાવનારું કૃત્ય, Fake Insta આઇડી બનાવી કર્યું આવું

યુવતીને પામવા યુવકનું ચોંકાવનારું કૃત્ય, Fake Insta આઇડી બનાવી કર્યું આવું

ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીને હેરાન કરતા ફરિયાદ

પેટા: અવાર નવાર યુવકે ધમકી ભર્યા મેસેજો કરી યુવતીને અભ્યાસ માં ડિસ્ટર્બ થતું અને પરિવાર ની પ્રતિસ્ઠા ને પણ હાનિ પહોંચતી

અમદાવાદ: શહેરની એક યુવતીએ સાયબર ક્રાઇમ (cyber crime)માં ફરિયાદ નોંધાવી છે. આ યુવતી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ગામના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી. યુવતીને આ યુવક અવારનવાર જબરદસ્તીથી મળવા માટે દબાણ કરતો હતો. યુવતીની ઇચ્છા વિરુદ્ધ યુવક ધમકી ભર્યા મેસેજ કરતો. યુવતી તેને ક્યારેક મળતી હતી, પરંતુ યુવતીની જ્યારે સગાઈ નક્કી થવાની હતી ત્યારે તેની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવી વાતો કરી સગાઈ ન થવા દઈ યુવતીએ તેની સાથે વાતચીત બંધ કરી હતી. જેથી યુવકે 9 જેટલા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી  (fake instagram id) બનાવી યુવતીને હેરાન પરેશાન કરતા યુવતીએ ફરિયાદ  (police complaint) નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે. વર્ષ 2010માં આ યુવતીના પિતાનું અવસાન થયું હતું. યુવતી સહિત તેના પરિવારમાં તેની માતા અને પાંચ ભાઈ બહેન છે. બે માસ પહેલા આ યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે પોતે સુરેન્દ્રનગરની વતની છે અને તેના સગા સંબંધીઓ તેના વતનમાં વસવાટ કરે છે. આ યુવતી જ્યારે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી ત્યારે તેના ગામમાં રહેતો અજય નામનો છોકરો સંપર્કમાં આવ્યો હતો. બાદમાં યુવતીને અજય નામના છોકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થઈ હતી. ત્યારબાદ તેની સાથે વધુ ગાઢ સંબંધ બંધાયો હતો. જેથી આ યુવક તેને મળવા બોલાવતો હતો. જેથી યુવતી મળવા પણ ગઈ હતી. ત્યારે યુવકે તેના ફોનમાં ફોટા પાડી લીધા હતા. બાદમાં આ યુવક યુવતીને અમદાવાદ મળવા આવ્યો હતો ત્યારે પણ બળજબરી પૂર્વક ધમકી આપી યુવતીને મળવા બોલાવી હતી. યુવતીની ના હોવા છતાં પણ આ યુવક અવારનવાર બોલાવતો હતો.

આ પણ વાંચો: ગાંધીધામના ધો-10 નાપાસ યુવકે 50 થી વધુ મહિલાઓનું જીવવું હરામ કર્યું, કૃત્ય જાણી પોલીસ પણ ચોંકી ગઇ

બાદમાં યુવતીના લગ્ન માટે વાતચીત ચાલતી હતી ત્યાં પણ તેના ચારિત્ર બાબતે જણાવી સગાઈ તોડાવી નાખી હતી અને યુવકે વાતચીત કરવાની બંધ કરી દઈશ તો એસિડ પી મરી જઈશ તેવી ધમકી આપતો મેસેજ કર્યો હતો. જેના કારણે યુવતી ગભરાઈ ગઈ હતી. આમ આ યુવક યુવતીની લાગણીઓ સાથે રમત કરી તેને હેરાન પરેશાન કરતો હોવાથી યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી આરોપી યુવકે નવ જેટલા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં ફોટા મૂકી ગંદા મેસેજો ફરતા કર્યા હતા.

આ યુવક નવ જેટલા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી મેસેજ કરી યુવતીને સતત હેરાન પરેશાન કરતો હતો અને યુવતીને ફોન ઉપર પણ ગંદી બીભત્સ ગાળો બોલતો હતો. અવારનવાર જબરદસ્તીથી સંબંધ રાખવા દબાણ કરનાર આ યુવકના લીધે યુવતીને અભ્યાસમાં ખલેલ  પહોંચતી તથા પરિવારની પ્રતિષ્ઠાની બદનામી પણ થતી. જેથી આ કરતૂતો કરનાર યુવક સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Cyber ​​Crime

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन