Home /News /ahmedabad /અમદાવાદ : ATMમાં જાઓ તો ચેતજો, ગઠીયાઓની આ નવી રીતથી એક વ્યક્તિએ રૂપિયા ગુમાવ્યા

અમદાવાદ : ATMમાં જાઓ તો ચેતજો, ગઠીયાઓની આ નવી રીતથી એક વ્યક્તિએ રૂપિયા ગુમાવ્યા

પ્રતિકાત્મક તસવીર

અશફાકના મોબાઇલમાં આવેલો તેમણે મેસેજ ચેક કર્યો હતો, ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી ર૦ હજાર રૂપિયા તેમાંથી ઉપડી ગયા હતા.

અમદાવાદ : સાયબર ક્રાઇમની જાણે કે કેટલાક લોકોએ કાયમી વ્યવસાય બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક નવી નવી મોડસ ઓપરેન્ડીથી ગઢીયા સાયબર ક્રાઈમને અંજામ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં એટીએમ સેન્ટરમાં ડેબિટ કાર્ડમાં નવો પિન જનરેટ કરવા ગયેલ એક વ્યક્તિને તમે ઉતાવળ કરો મારે પણ પૈસા ઉપાડવાના છે. આમ કહીને ડુપ્લિકેટ એટીએમ કાર્ડ આપી ઓરીજનલ એટીએમ કાર્ડ લઈ ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.

વેજલપુર વિસ્તારમાં રહેતા અશફાક શેખએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. અશફાક પ્લમ્બિંગબુ કામ કાજ કરે છે, થોડા દિવસ પહેલા બપોરના એક વાગ્યાની આસપાસ અશરાફ જીવરાજપાર્ક આશાપુરા માતા મંદિર સામે આવેલ એસબીઆઈ બેન્કના નવા ડેબિટ કાર્ડને એટીએમ મશીનમાં નાખીને પિન નંબર જનરેટ કરતા હતા. અશરાફ ડેબિટકાર્ડથી એટીએમ મશીનમાં પ્રોસેસ કરતા હતા ત્યારે તેમની પાછળ એક યુવક ઊભો હતો.

અમદાવાદ : માસ્કને લઈ પોલીસને યુવકે આડે હાથ લીધા, પોલીસે કહ્યું - 'જતો રે ઉંધો પાડી દઈશ'

અમદાવાદ : માસ્કને લઈ પોલીસને યુવકે આડે હાથ લીધા, પોલીસે કહ્યું - 'જતો રે ઉંધો પાડી દઈશ'

થોડી વાર રહીને યુવકે કહ્યું કે તમે ઉતાવળ કરો મારે પણ પૈસા ઉપાડવાના છે. આમ કહીને એટીએમ મશીનમાંમાંથી અશફાકનું ડેબિટ કાર્ડ કાઢી લીધુ હતું, જેથી અશફાકે યુવકને કહ્યું કે, ડેબિટ કાર્ડ કેમ કાઢી લીધું આમ કહીને યુવકે અશફાકની નજર ચૂકવીને બીજી કોઇ વ્યકિતનું ડેબિટકાર્ડ આપીને જતો રહ્યો હતો. ત્યારબાદ ચાર વાગ્યાંની આસપાસ અશફાકના મોબાઇલમાં આવેલો તેમણે મેસેજ ચેક કર્યો હતો, ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી ર૦ હજાર રૂપિયા તેમાંથી ઉપડી ગયા હતા.

અમદાવાદ: પિતાએ પ્રેમ કરવાની સજા આપતા દીકરીનો આપઘાત, પરિવારે લાશ સળગાવીને ફેંકી દીધી

અમદાવાદ: પિતાએ પ્રેમ કરવાની સજા આપતા દીકરીનો આપઘાત, પરિવારે લાશ સળગાવીને ફેંકી દીધી

અશફાકે તાત્કાલિક એસબીઆઇમાં જઇ તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે, બીજા કોઈ વ્યક્તિનું ડેબિટ કાર્ડ હતું. અશફાક જ્યારે એટીએમ સેન્ટરમાં હતા ત્યારે યુવકે ચપળતાપૂર્વક તેમનું કાર્ડ બદલી નાખ્યું હતું અને તેની જગ્યાએ અન્ય કોઇ વ્યકિતનું કાર્ડ પધરાવી દીધું હતું. વેજલપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Ahmedabad police, ATM FRAUD, CYBER CRIME, Debit card, Fraud case