IPL ticket black marketing: સાઇબર ક્રાઈમ સેલે સંભવિત કાળાબજારીઓની તપાસ માટે ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે એક વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રૂ. 90,000માં આઈપીએલની ટિકિટો વેચતો શોધી કાઢ્યો હતો.
અમદાવાદ: 19 વર્ષીય બી.કોમ. વિદ્યાર્થી જેણે શહેરમાં આઈપીએલ ફાઈનલ (IPL 2022 final)માં પૈસા કમાવવાનું વિચાર્યું હતું. તે સોશિયલ મીડિયા (Social Media) દ્વારા બ્લેકમાં ટિકિટો વેચી શકે તે પહેલાં સાઇબર ક્રાઈમ સેલે તેની અટકાત કરી લીધી છે. IP એડ્રેસના આધારે પોલીસે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi cricket stadium) ખાતે ગુજરાત ટાઇટન્સ (Gujarat titans) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાનારી આઈપીએલ ફાઇનલની 10 ટિકિટના બ્લેક માર્કેટિંગ (Black Marketing) માટે એક યુવાનની અટકાયત કરી હતી.
અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે આઇપીએલ ટિકિટોના બ્લેક માર્કેટિંગને રોકવા માટે શહેર પોલીસ અને સાઇબર સેલના પ્રયાસના ભાગરૂપે આ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે DCP ઝોન-2એ આઈપીએલ ટિકિટો ગેરકાયદેસર રીતે વેચતા લોકો પર નજર રાખવા માટે 17 ટીમો તૈયાર કરી હતી.
પોલીસે જણાવ્યું કે, સાઇબર ક્રાઈમ સેલે સંભવિત કાળાબજારીઓની તપાસ માટે ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે એક વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રૂ. 90,000માં આઈપીએલની ટિકિટો વેચતો શોધી કાઢ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, "પોલીસોએ તે ડિવાઈસના IP લોગ એડ્રેસને ઓળખી કાઢ્યું હતું, જેમાંથી યુવાક ટિકિટ વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો."
યુવકે પોલીસને કહ્યું કે તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો અને ઘણીવાર ડિનર માટે રેસ્ટોરન્ટમાં જતો હતો, જ્યાં તે એક વ્યક્તિને મળ્યો હતો. જે 35,000 રૂપિયાની 10 IPL ટિકિટો 80,000 રૂપિયામાં વેચવા માંગતો હતો. જણાવી દઈએ કે આ યુવક હાલ બી.કોમમાં અભ્યાસ કરી રહ્યો છે, તેણે ટિકિટો ખરીદી હતી અને તેને ફેસબુક દ્વારા રૂ. 90,000માં વેચવાનો પ્રયાસ કર્યો હતો.
આ યુવાને તેની IELTS પરીક્ષા પણ આપી છે અને તે તેના અભ્યાસ માટે વિદેશ જવાની યોજના ધરાવે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "તેણે અમને કહ્યું કે તે માત્ર ઝડપી પૈસા કમાવવા માંગે છે અને વિનંતી કરી કે તેની સામે ગુનો તેની કારકિર્દીને બરબાદ કરશે. તેની ઉંમરને જોતાં અને તે વધુ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારી રહ્યો હતો તે બાબતને જોતા અમે તેને ચેતવણી આપીને છોડી દીધો, કારણ કે એફઆઈઆર દાખલ કરવાથી તેની કારકિર્દીની સંભાવનાઓ બરબાદ થવાની શક્યતા હતી. જોકે, અમે તેની હિલચાલ પર નજર રાખી રહ્યા છીએ."
અત્યારસુધીમાં આ યુવક સિવાય અન્ય બે વ્યક્તિઓ અનુરાગ ગલીયા અને સરદારનગરના આશિષ માખીજાને IPL ટિકિટોના કાળાબજાર માટે પકડવામાં આવ્યા હતા. શુક્રવારે આયોજિત આરસીબી અને આરઆર વચ્ચેની મેચની ટિકિટ ફરીથી વેચવાનો પ્રયાસ કરતા બંને પકડાયા હતા.
" isDesktop="true" id="1214310" >
આ સિવાય જણાવી દઈએ કે સેટેલાઇટના યશરાજ મહેશ્વરી નામના અન્ય એક વ્યક્તિની દારૂની બોટલો સાથે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મેચ જોવા આવેલા દર્શકોના ખિસ્સા કાપવા અને મોબાઇલ ફોનની ચોરી કરવા બદલ શહેરભરમાં અન્ય કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.