અમદાવાદ : યુવક-યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવો પડ્યો ભારે

News18 Gujarati
Updated: September 3, 2019, 11:20 PM IST
અમદાવાદ : યુવક-યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવો પડ્યો ભારે
અમદાવાદ : યુવક-યુવતીને સોશિયલ મીડિયાનો દુરપયોગ કરવો પડ્યો ભારે

બનાવટી એકાઉન્ટ બનાવીને પોસ્ટ મુકવાના આરોપમાં અમદાવાદ સાયબર ક્રાઇમે બે ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ : બદનામ કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં બનાવટી એકાઉન્ટ બનાવીને અલગ અલગ પોસ્ટ મુકવાના આરોપમાં અમદાવાદ સાયબર ક્રાઇમે બે ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

એક ઘટનામાં પોલીસે અંકિત જયસુખભાઇ વેકરીયાની ધરપકડ કરી છે. આરોપી અંકિતની વર્ષ 2017માં ફરિયાદી યુવતી સાથે સગાઇ થઇ હતી. જોકે કોઇ કારણોસર તે સગાઇ તુટી ગઇ હતી. આ પછી ફરિયાદી યુવતીની સગાઇ અન્ય યુવક સાથે થઇ હતી જોકે ત્યાં પણ તેની સગાઇ તુટી હતી. આ પછી વર્ષ 2018માં ફરિયાદી યુવતીના લગ્ન થયા હતા. આમ છતા આરોપી અંકિત જપીને બેસ્યો ન હતો. આરોપી અંકિત વેકરિયાએ યુવતીને બદનામ કરવા માટે ફેસબુક પર ફેક આઇડી બનાવ્યું હતું અને યુવતીના બીજી વખતની સગાઇના ફોટો અપલોડ કર્યા હતાં. આ કારણે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આરોપી અંકિતની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - ગાંધીનગરની બેન્કમાં 'ઢબુડી મા'ના રૂ. 62 લાખ જમા, ખાતું બંધ કરાયું

અન્ય આવી ઘટનામાં પોલીસે યાસ્મીના બાનુ નામની મહીલાની ધરપકડ કરી છે. જેણે ફરિયાદી મહીલાના પતિના નામનું ફેક એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર બનાવીને તેમાં બિભત્સ ફોટો અને મેસેજ અપલોડ કર્યાં હતાં. આરોપી યાસ્મીના બાનુને ફરિયાદી મહીલા સાથે પારિવારિક સંબંધોને લઇને અવારનવાર તકરાર થતી હતી. જેથી યાસ્મીનાબાનુએ બદલો લેવાના હેતુથી આ ગુનો આચર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસએ યાસ્મીના બાનુની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: September 3, 2019
વધુ વાંચો
अगली ख़बर