હવે સીઆરપીએફ જવાનનો વીડિયો આવ્યો સામે, આર્મીની સુવિધાઓ ઓછી કેમ?

Haresh Suthar | Pradesh18
Updated: January 12, 2017, 4:47 PM IST
હવે સીઆરપીએફ જવાનનો વીડિયો આવ્યો સામે, આર્મીની સુવિધાઓ ઓછી કેમ?
બીએસએફ જવાન બાદ હવે કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)ના એક જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદનો મધપૂડો છેડાયો છે. આ વીડિયોમાં સીઆરપીએફને મળતી ઓછી સુવિધાઓને લઇને દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જવાન જીતસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી સેના અને સીઆરપીએફને આપવામાં આવતી સુવિધાઓમાં રહેલા ભેદભાવને ખતમ કરવા માટે અપીલ કરી છે. વીડિયોમાં જીતસિંહે સીઆરપીએફમાં મળનારી સુવિધાઓ સામે સવાલ ઉઠાવ્યો છે. જીતસિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 12, 2017, 4:47 PM IST
નવી દિલ્હી #બીએસએફ જવાન બાદ હવે કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)ના એક જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદનો મધપૂડો છેડાયો છે. આ વીડિયોમાં સીઆરપીએફને મળતી ઓછી સુવિધાઓને લઇને દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

જવાન જીતસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી સેના અને સીઆરપીએફને આપવામાં આવતી સુવિધાઓમાં રહેલા ભેદભાવને ખતમ કરવા માટે અપીલ કરી છે. વીડિયોમાં જીતસિંહે સીઆરપીએફમાં મળનારી સુવિધાઓ સામે સવાલ ઉઠાવ્યો છે. જીતસિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મથુરાનો રહેવાસી જીતસિંહે વડાપ્રધાનના નામે જાહેર કરેલ વીડિયોમાં કહ્યું છે કે, અમને સેનાની સરખામણીએ ઘણી ઓછી સુવિધાઓમાં મળી રહી છે. જીતસિંહે કહ્યું કે, સીઆરપીએફને મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારાથી લઇને સંસદ ભવન, ચૂંટણી અને વીઆઇપી બંદોબસ્તમાં લગાવવામાં આવે છે. આમ છતાં આટલો બધો ફરક કેમ?

જીતસિંહનો વીડિયો સામે આવ્યા બાદ સીઆરપીએફે આ મામલે તપાસ શરૂ કરી છે. સીઆરપીએફના જણાવ્યા અનુસાર આ વીડિયો 16 ઓક્ટોબર 2016નો છે.
First published: January 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर