Home /News /ahmedabad /SCAM: અમદાવાદ પોલીટેકનિકમાં કરોડોની કટકી પકડાઇ, એક દસ્તાવેજની નોંધણી માટે રૂ. 7000ની લાંચ લેતા

SCAM: અમદાવાદ પોલીટેકનિકમાં કરોડોની કટકી પકડાઇ, એક દસ્તાવેજની નોંધણી માટે રૂ. 7000ની લાંચ લેતા

પોલીટેક્નિકમાં ચાલતા કૌભાંડનો પરદાફાર્શ

Ahmedabad Big Scam: પ્રત્યેક દસ્તાવેજની નોંધણી માટે લાંચ લેતા સ્ટેમ્પ ડ્યૂટી વિભાગનાં કર્મીઓનો પરદાફાર્શ થઇ ગયો. ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાર્યવાહી કરી. એક દસ્તાવેજની નોંધણી માટે 7,000ની લાંચ માંગતા હતાં કર્મચારી, જ્યારે આવા 1800 દસ્તાવેજની નોંધણી કરાવવાની હતી.

વધુ જુઓ ...
અમદાવાદમાં પોલિટેકનિક (Ahmedabad Polytechnic) ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાંથી (Stamp Duty Office) સ્ટેમ્પ ડ્યુટીનું સ્ટીંગ ઓપરેશન દ્વારા મસમોટુ કૌભાંડ ઝડપાયું છે. હાઇકોર્ટના (High Court Advocate) એક વકીલે કરેલા સ્ટીંગ ઓપરેશનનાં (Sting Operation) આધારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પર પહોંચી તવાઈ બોલાવી હતી. જો કે મહેસૂલ મંત્રીએ આકરાં પ્રશ્નો છતાં અહીંનાં કર્મચારીઓએ સંપૂર્ણ સત્ય સ્વીકાર્યું નહોતું. વકીલે કરેલા એક સ્ટીંગ ઓપરેશન પ્રમાણે એક દસ્તાવેજની નોંધણી માટે સાત હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે બે  સોસાયટીઓનાં કુલ 1800 દસ્તાવેજની નોંધણી એકસાથે  કરવાની હોવાથી પ્રતિ દસ્તાવેજ ચાર હજારની લાંચ નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો-સુરત:ટ્રાફિક જવાનોની ફરજને સલામ, ઠંડા પવન અને ભારે વરસાદ વચ્ચે દોડતુ રાખ્યું શહેર

આ મામલે એડવોકેટ દીપેન દવે દ્વારા મહેસુલ મંત્રીને લેખિત અરજી કરી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં એડવોકેટ દીપેન દવે એ જણાવ્યું હતું કે જય ભારત સાથે જાણવાનું કે અમે 2002 ના વર્ષની અમદાવાદમાં વકીલાતનો વ્યવસાય કરીએ છીએ અને બોપલમાં આવેલ સ્ટર્લિંગ સીટીના વકીલ તરીકે કામગીરી કરીએ છીએ

આ પણ વાંચો- CCTV VIRAL : સુરત: વૉક વે પરથી રૂ. 3.38 લાખની લાઇટ અને સાધનોની ચોરી, ચોર કેમેરામાં કેદ

થોડા સમય પહેલાં જ ગુજરાત સરકારે 1982 થી 2001 સુધીનાં સોસાયટી દ્વારા કરવામાં આવેલા જે તે સમયનાં એલોટમેન્ટની નોંધણી ફરજીયાત કરવાનો પરિપત્ર બહાર પડ્યો હતો. અમે આ માટે અમારા ક્લાયન્ટના એલોટમેન્ટની નોંધણી કરી તેને ગુજરાત સરકાર દ્વારા નિધારિત કરેલ સ્ટેપની રકમ અને પેનલ્ટીની રકમની ચુકવણીનાં ભાગ રૂપે તે એલોટમેન્ટની નોંધણી કરવાં માંગતા હતાં. પણ સબ રજીસ્ટાર ઓફીસમાં નોંધણીની પ્રક્રિયા કરવા ગયા ત્યારે અમારા ક્લાયન્ટ દ્વારા કાયદેસરની ફી ચુકવવા ઉપરાંત તેની પાસેથી લાંચ માંગવામાં આવે છે. એક ઘરદીઠ 7 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી રહી છે. આવા મારી પાસે 1800 ઘરની નોંધણી માટે ક્લાયન્ટ છે.

એટલું જ નહીં જો આ લાંચની રકમ ન આપવામાં આવે તો, દસ્તાવેજ આપવામાં મોડુ કરવામાં આવશે તેવું કહી દેવામાં આવે છે. અને સ્થળ નીરીક્ષણ જે કાયદા મુજબ ના આવતું હોવા છતાં પણ કરવામમાં આવશે. તેમજ સ્ટેમ્પ ડ્યુટી પણ ચુકવવી પડશે તેવી ગર્ભિત ચેતાવણી આપવામાં આવી હતી. આ વિશે ઉપરી અધિકારીને વાત કરતાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે, સ્ટાફ દ્વારા જે સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે કામ કરવું. અને જો તે નહીં કરો તો વિલંબથી દસ્તાવેજ છોડવાની કામગીરી થશે
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad Big Scam, Ahmedabad Polytechnic, Crores of Scam, Document Submition, Polytechnic officers, Taking Bribe