અમદાવાદ: ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગઇ
News18 Gujarati Updated: May 7, 2019, 9:25 AM IST

ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગઇ
શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા આરોપી ફરાર થઇ હોવાની ઘટના સામે આવી છે
- News18 Gujarati
- Last Updated: May 7, 2019, 9:25 AM IST
હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા આરોપી ફરાર થઇ હોવાની ઘટના સામે આવી છે. ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની હાજરી વચ્ચે ફરાર થઇ હતી. જોકે, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
ગાયકવાડ હવેલી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા સીમા દંતાણીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડી દરમિયાન આ મહિલા આરોપી પોલીસ સ્ટેશનમાંથી જ ફરાર થઇ ગઇ હતી, જેના પગલે પોલીસ દોડતી થઇ હતી.
આ પણ વાંચો: અખાત્રીજ : જગન્નાથ મંદિરમાં રથોની પૂજા સાથે રથયાત્રાની તૈયારી શરૂમહિલા આરોપી સીમા દંતાણી તેના બાળક સાથે પોલીસની નજર ચૂકવી ફરાર થઇ ગઇ હતી. જે બાદ પોલીસે તેની શોધખોળનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ફરી તેને પકડી પાડી હતી. જે પછી મહિલા આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી મહિલા સામે ચોરીના ચાર ગુના નોંધાયેલા છે.

Loading...