Home /News /ahmedabad /અમદાવાદઃ બે સાઢુ ચોર ઝડપાયા, હાઈવેના મંદિરોને કરતા ટાર્ગેટ, 16 જેટલા મંદિરોમાં કરી ચોરી
અમદાવાદઃ બે સાઢુ ચોર ઝડપાયા, હાઈવેના મંદિરોને કરતા ટાર્ગેટ, 16 જેટલા મંદિરોમાં કરી ચોરી
સાઢુભાઈ ચોર ઝડપાયા
Ahmedabad crime news: ચોરી કરવા માટે હાઇ વે (highway) પર કે નજીકમાં આવેલા મંદિરને ટાર્ગેટ (temple target) કરતા ક્રાઇમ બ્રાન્ચની (crime branch) તપાસમાં બંને આરોપી ઓએ 16 જેટલા મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદઃ લોકડાઉનમાં (lockdown) વેપારમાં મંદી આવતા બે સાઢુ ભાઈઓએ શોર્ટ કટથી (money earn by shortcut) રૂપિયા કમાવાનો કીમિયો શોધી કાઢયો. અને ચોરીના રવાડે ચઢયા. જો કે ચોરી કરવા માટે હાઇ વે (highway) પર કે નજીકમાં આવેલા મંદિરને ટાર્ગેટ (temple target) કરતા ક્રાઇમ બ્રાન્ચની (crime branch) તપાસમાં બંને આરોપી ઓએ 16 જેટલા મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી ઓએ ગુજરાતના (Gujarat temples) અનેક શહેરોમાં મંદિરોમાં ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એ અતુલ સોની અને ભરત સોની નામના બે આરોપી ઓની ધરપકડ કરી છે. બંને આરોપી ઓની ધરપકડ મંદિર માંથી ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપીએ છેલ્લા 7 મહિનામાં 16 જેટલા મંદિરને ટાર્ગેટ કરી ચોરી ને અંજામ આપ્યો હતો..આરોપી દિવસના સમયે મંદિરમાં જતા અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા હતા. સાથે જ બન્ને આરોપી સોની હોવાથી દાગીના ગાળી તેની રણી બનાવી લેતા હતા.
આરોપીના ગુના અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી એ અમરેલી, ગારીયાધાર. માણસા. વિરમગામ, મહેમદાબાદ, સાણંદ, ધોળકા જેવા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. અતુલ સોની અને ભરત સોની બન્ને સોનાના દાગીના બનાવવાનુ કામ કરતા હતા.
પરંતુ કોરોના બાદ ધંધામાં મદી આવતા જમીન દલાલીનુ કામ ચાલુ કર્યુ હતુ. જોકે તેમાં પણ મંદી આવતા માથે દેવુ થઈ ગયું હતું. પરંતુ તે દેવામાંથી બહાર આવવા માટે મંદિર ચોરીને અંજામ આપવા લાગ્યા હોવાનુ સામે આવ્યુ છે.
જેથી પોલીસે આરોપી ચોરીનો મુદ્દામાલ કોને વેચતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. આરોપી ઓ મંદિર માંથી છત્ર, હાર, બુટ્ટી, સેર જેવા સોનાના દાગીના ની જ ચોરી કરતા હતા.