Home /News /ahmedabad /Ahmeabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિંગુચા પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનારા બે આરોપીની ધરપકડ કરી
Ahmeabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિંગુચા પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનારા બે આરોપીની ધરપકડ કરી
ડિંગુચા પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનારા બે આરોપીની ધરપકડ
Ahmedabad News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડિંગૂચા કેસ મામલે મોટી સફળતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે ધકેલનારા 2 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદઃ શહેર ક્રાઇમ બ્રાન્ચને ડિંગૂચા કેસ મામલે મોટી સફળતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે ધકેલનારા 2 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા મહેસાણાના ડિંગુચા પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી ચે. 19 જાન્યુઆરી, 2022ના દિવસે કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે 4 સભ્યોના ઠંડીમાં થીજી જતા મોત નીપજ્યા હતા. આ મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી.
10 વર્ષથી એજન્ટનું કામ કરે છે
ડિંગુચા ગામના પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભાવેશ પટેલ અને યોગેશ પટેલ મૂળ ટુર્સ અને ટ્રાવેલનું કામ કરતા હતા. છેલ્લા 10 વર્ષથી બંને ગુજરાતના લોકોનો વિદેશ મોકલવા માટે એજન્ટ તરીકે કામ કરે છે. એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા.
11 લોકોને અમેરિકા મોકલ્યા હતા
ડિંગુચાના પરિવાર સહિત 11 લોકોને કેનેડાથી અમેરિકા મોકલ્યા હતા. જેમાં 7 લોકો અમેરિકા પહોંચી ગયા હતા. ત્યારે ડિંગુચાનો પરિવાર માઇનસ 30 ડિગ્રી ઠંડીમાં થીજી જતા બરફમાં મોતને ભેટ્યો હતો. પહેલાં આ પરિવારને દુબઈ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેમને ટોરન્ટો અને વિનિપેગ થઈ અમેરિકામાં ઘુસાડવાનો પ્લાન હતો. ત્યારે વિનિપેગમાં બે બાળક સહિત પત્નીનું મોત થયું હતું.
ફેનિલ અને બીટ્ટુ પાજી નામના બે આરોપીઓ 11 કિમી બરફમાં બોર્ડર ક્રોસ કરાવી હતી. જે બંને આરોપીઓ હાલ વોન્ટેડ છે. 10 વર્ષથી એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ અને યોગેશ પટેલે અનેક ગુજરાતી પરિવારને કેનેડા અને અમેરિકા મોકલ્યા છે. હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.