Home /News /ahmedabad /ક્રાઈમ બ્રાન્ચે એક ભૂવાની કરી ધરપકડ, પ્રેમીઓને ફરી મળાવાના નામે કરતો હતો છેતરપિંડી

ક્રાઈમ બ્રાન્ચે એક ભૂવાની કરી ધરપકડ, પ્રેમીઓને ફરી મળાવાના નામે કરતો હતો છેતરપિંડી

ભૂવાની ધરપકડ

Ahmedabad Latest News: સોશિયલ મીડિયા પર જ્યોતિષ તરીકેની ઓળખ આપી પ્રેમમાં નાસીપાસ થયેલા યુવક યુવતીઓ સાથે સગાઈ કરતા એક જ્યોતિષની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બદનામીના ડરથી લોકો ફરિયાદ ન કરતા હોવાનો લાભ લઈ આરોપી ઠગાઈ કરતો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: સોશિયલ મીડિયા પર જ્યોતિષ તરીકેની ઓળખ આપી પ્રેમમાં નાસીપાસ થયેલા યુવક યુવતીઓ સાથે સગાઈ કરતા એક જ્યોતિષની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બદનામીના ડરથી લોકો ફરિયાદ ન કરતા હોવાનો લાભ લઈ આરોપી ઠગાઈ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી પાસેથી બે લાખનું સોનું પણ કબજે કર્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાર્ગવ છે. જે મૂળ મોઢેરાનું વતની છે. બે દિવસ અગાઉ શહેરના સાબરમતી પોલીસ મથકે એક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

આરોપી રાજેન્દ્ર ભાર્ગવે આચરી હતી ઠગાઈ


જ્યોતિષ તરીકે ઓળખ આપી સોનાના દાગીના પર વિધિ કરવાના બહાને ₹2,00,000ની કિંમતનું 40 ગ્રામ સોનું મેળવી આરોપી રાજેન્દ્ર ભાર્ગવે ઠગાઈ કરી હતી. જેની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. પોલીસે જ્યોતિષ રાજેન્દ્ર ભાર્ગવની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, રાજેન્દ્ર instagram અને facebook જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં નાસીપાસ થયેલા અથવા નિષ્ફળ રહેલા યુવક યુવતીઓનો સંપર્ક કરતો અને પ્રેમી કે પ્રેમિકા સાથે પુનઃમીલન કરાવવા માટે વિધી કરવાના બહાને ઠગાઈ કરતો હતો.

આ પણ વાંચો: અરવલ્લીમાં બની અજીબો-ગરીબ ઘટના, યુવકને સપનું આવ્યું ને' જમીનમાંથી નીકળ્યા માતાજી

આરોપી બાહેધરી આપી સોનું લઈ ફરાર થઈ જતો


રાજેન્દ્ર વિધિ કરવા માટે યુવક યુવતીઓએ પહેરેલા સોનાના દાગીનાની માંગણી કરતો અને સોનાના દાગીના પર વિધિ કરવાથી પ્રેમમાં સફળતા મળશે તેવી બાહેધરી આપી સોનુ લઈ ફરાર થઈ જતો હતો. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં હકીકત સામે આવી કે રાજેન્દ્રએ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી છે. પરંતુ સમાજમાં બદનામી ના ડરે કોઈ યુવક કે યુવતી ફરિયાદ કરવા તૈયાર નથી. તેથી જ પોલીસે ભોગ બનનાર લોકોને અપીલ કરી છે કે, આવા પાખંડી અને ધુતારા જ્યોતિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે જેથી કરીને અન્ય કોઈ ભોગ ન બને.

આ પણ વાંચો: ગીર સોમનાથના ઉનામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ, શહેરના ધંધા રોજગાર રહ્યા બંધ

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી


ઉલ્લેખનીય છે કે, આ મામલાને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ તેજ કરી છે. પોલીસે આ કેસમાં ફરિયાદ નોધ્યા બાદ આરોપીની ધરપકડ કરી લીધી હતી. મળતી વિગતો પ્રમાણે આરોપી પાસેથી 2 લાખની કિંમતનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છું. અત્યારે પોલીસે આરોપીની વધું પુછપરછ હાથ ધરી છે. જેથી આરોપીએ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તેની વિગતો મળી શકે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Ahmedabad police