Home /News /ahmedabad /ગુજરાતમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ, 11 બેંક ખાતામાંથી 1400 કરોડની લેવડદેવડ, દુબઈ સાથે પણ...

ગુજરાતમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ, 11 બેંક ખાતામાંથી 1400 કરોડની લેવડદેવડ, દુબઈ સાથે પણ...

સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ

Cricket Betting Network Busted: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિસેમ્બર મહીનામાં કરેલ સટ્ટાના કેસની તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ દ્વારા બોગસ બેંક એકાઉન્ટ ખોલીને તેમાં કરોડો રૂપીયાના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિસેમ્બર મહીનામાં કરેલ સટ્ટાના કેસની તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ દ્વારા બોગસ બેંક એકાઉન્ટ ખોલીને તેમાં કરોડો રૂપીયાના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા. આ સમગ્ર સટ્ટાકાંડનો મુખ્ય આરોપી રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર આર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ 11 જેટલા બોગલ બેંક એકાઉન્ટ ખોલાવીને રૂપિયા 1400 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.

પાંચ આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ


પોલીસએ હાલમાં રાકેશ રાજદેવ, કર્મેશ પટેલ સહીત કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન હજી પણ અન્ય કેટલાક એકાઉન્ટ મળી આવે તેવી શક્યતા છે. જો કે આરોપીઓ પોલીસ પકડમાં ના આવે તે માટે અલગ અલગ સમયે અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતાં હતાં. જ્યારે એક બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યા બાદ તેઓ તે બેંક એકાઉન્ટનો થોડા સમય માટે ઉપયોગ બંધ કરી દેતા હતાં.

આ પણ વાંચો: મોરબી રોડ પર મારવાડી કોલેજ નજીક સર્જાઈ અકસ્માતની ઘટના, જુઓ લાઈવ સીસીટીવી

1400 કરોડનું ટ્રાન્ઝેક્શન સામે આવ્યું


જો કે પોલીસ તપાસ દરમિયાન જો મની લોન્ડરીંગ એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરવાની શક્યતા જણાઇ આવશે તો ઇડીને પણ જાણ કરવામાં આવશે. આરોપીઓ અલગ અલગ વેબસાઇટ અને એપ્લિકેશન બનાવીને ટેલિગ્રામ મારફતે તેનું માર્કેટિંગ કરતાં હતાં. પોલીસ તપાસ દરમિયાન હજી પણ અન્ય કેટલાક બેંક એકાઉન્ટ મળી આવે તેવી શક્યતા છે. જ્યારે પોલીસએ આ રૂપીયા દુબઇ કેવી રીતે અને કોના મારફતે પહોચ્યાં છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ વિરુદ્ધમાં પોલીસએ લુક આઉટ નોટીસ જારી કરવા માટેની પણ પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો: બસ ચાલકને આવ્યો હાર્ટ એટેક, બસમાં બેઠેલી વિદ્યાર્થીનીએ સ્ટીયરીંગ પર હાથ અજમાવી મોટી જાનહાનિ ટાળી  

પોલીસે ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો


પ્રાપ્ત માહિતી પ્રમાણે સટ્ટાબાજી ગેંગનું આ રહસ્ય આકાશ ઓઝા નામના વ્યક્તિની ફરિયાદ પરથી ખુલ્યું હતું. આ મામલાની માહિતી આપતા ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, ‘આકાશ ઓઝાએ પોલીસને ફરિયાદ આપી હતી કે તેમની પરવાનગી વિના ઇન્ડસઇન્ડ બેંકની ઓઢવ શાખામાં તેમના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. જેમાં તેના ઓળખ કાર્ડ અને બનાવટી સહીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2022 થી જુલાઈ 2022 ની વચ્ચે આ બેંક ખાતામાંથી 170 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું.
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Cricket betting

विज्ञापन