Home /News /ahmedabad /શું તમારે બાંધકામ વ્યવસાય સાથે જોડાવવું છે? ક્રેડાઈ શુરૂ કરાશે આ કોર્સ 

શું તમારે બાંધકામ વ્યવસાય સાથે જોડાવવું છે? ક્રેડાઈ શુરૂ કરાશે આ કોર્સ 

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News: આ કોર્ષ પૂર્ણ થવા બાદ ક્રેડાઈ અમદાવાદ ગાહેડ અને શિવાલિક ઇન્સ્ટીટયુટ ઓફ રીયલ એસ્ટેટ દ્વારા સર્ટીફીકેટ પણ આપવામાં આવશે

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્રારા આગામી સમયમાં બાંધકામના વ્યવસાયને લગતાં તમામ કોર્સ કરાવવામાં આવશે. જે લોકોને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાવવું છે તે તમામ માટે આ ઓફર ખુબ જ મહત્વની બની રહેશે. આ અંગે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રમખ  તેજસભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે ક્રેડાઈ સંસ્થા હાલમાં 1,200થી વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને નેશનલ લેવલે રિયલ એસ્ટેટ ડેવલપર્સની અગ્રગણ્ય સંસ્થામાં આગવું સ્થાન ધરાવે છે. અમદાવાદનો વૈશ્વિક ધોરણે વિકાસ થાય તેમજ અદ્યતન અને વધુ સુવિધાસભર બિલ્ડીંગ્સ ઝડપથી નિર્માણ પામે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

રિયલ એસ્ટેટ એ દેશમાં કૃષિ પછી બીજા ક્રમનો સૌથી વધુ રોજગારી આપતું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર હોવાથી  ક્રેડાઈ સંસ્થાના સભ્યોના સત્તાનો આ વ્યવસાયમાં જોડાયેલ ન્યુ એન્ટરપ્રીન્થોર, પ્રોફેશનલ્સ, સ્ટુડન્સ વગેરેને પ્રોજેક્ટ માટેની જમીનની ખરીદીથી પ્લાન પાસિંગ, રેરા અને અન્ય વિભાગોની એપૂલ, કન્સ્ટ્રકશન સંબંધિત તમામ કામગીરીથી બિલ્ડીંગની બી.યુ.પરવાનગી મેળવવા સુધીની પ્રક્રિયાની જાણકારી, માર્કેટિંગ, ફાયનાન્સ, ડોક્યુમેન્ટેશની પ્રક્રિયા અંગેની જાણકારી ઉપરાંત્ત બાંધકામ અંગેના કાયદા અને વાસ્તવિક કામગીરી અંગે ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે ખાસ કરીને સરકારની કચેરીઓમાં પ્રોજકેટ માટેની મંજૂરીઓની પ્રક્રિયા અંગે સાચી સમજ મળી રહે તે હેતુથી ક્રેડાઈ સંસ્થાએ શિવાલિક ગ્રૂપ સાથે કરાર કરીને સંસ્થાના ક્રેડાઈ અમદાવાદ હાઉસ ખાતે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ" સંસ્થા શરુ કરી છે.

આ પણ વાંચો: યુવા વયે હાર્ટ અટેકની ઘટના પાછળ જવાબદાર છે આ પરિબળો

મે મહિનાના સમયગાળાના રિયલ એસ્ટેટના ક્ષેત્રના અનુભવી વિવિધ વિષયોના જાણકાર પ્રોફેશનલ્સ નિષ્ણાતો અને અગ્રગણ્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ વિવિધ વિષયો અંગે કેસ સ્ટર્ડીઝ, અને સાઇટ વિઝિટ સાથે અભ્યાસક્રમ મુજબ શીખવશે, આ ઉપરાંત સરકારના વિવિધ વિભાગોની મુલાકાત લઈને તેમને આનુસંગિક બાબતે પુરતું માર્ગદર્શન આપવામા આવશે.

આ કોર્ષ પૂર્ણ થવા બાદ ક્રેડાઈ અમદાવાદ ગાહેડ અને શિવાલિક ઇન્સ્ટીટયુટ ઓફ રીયલ એસ્ટેટ દ્વારા સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું કે આ કોર્સ 2 મહિનાનો છે જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9થી 12નો કોર્સ કરાવવામાં આવશે.



શિવાલિક ઇન્સ્ટીટયુટ ઓફ રીયલ એસ્ટેટના ડીરેક્ટરદીપાલીબેન શાહે જણાવ્યું હતું કે, આ કોર્સ રીયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલ કન્સલ્ટન્ટ્સ, ચેનલ પાર્ટનર્સ ડેવલપર્સ, સિવિલ એન્જિનિયરિંગ, આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓ. ડિઝાઇનર્સ, કંપનીના એક્ઝિક્યુટિવ્સ, આર્કિટેક્ટ્સ, એડવોકેટ્સ, વિગેરે માટે ખુબ જ ઉપયોગી બની રહેશે અને સંસ્થાએ શરૂ કરેલ આ પહેલ આગામી સમયમાં શહેરમાં રીયલ એસ્ટેટ સેક્ટરની સાથે સાથે પ્રોક્રેશનલ્સ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને માટે દિશાસુચક બની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad news, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો