Home /News /ahmedabad /ફેક વેબ સાઇટ બનાવી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં બે આરોપીઓની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

ફેક વેબ સાઇટ બનાવી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં બે આરોપીઓની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

સાઈબર ક્રાઈમે કરી બેની ધરપકડ

Ahmedabad cyber crime: સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહોના નામની ફેક વેબસાઈટ બનાવીને રૂમ બુકિંગના નામે યાત્રીકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરનાર બે આરોપીઓની અમદાવાદ સાઇબર ક્રાઇમે દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીઓએ 203 જેટલા યાત્રિકો પાસેથી રૂપિયા 24 લાખ 96 હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ સાઇબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે, છેલ્લા દોઢ બે મહિનાથી કોઈ અજાણ્યા ઈસમો સોમનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ત્રણ યાત્રિક અતિથી ગૃહ જેમાં લીલાવતી અતિથિગૃહ, શ્રી મહેશ્વરી અતિથિગૃહ અને શ્રી સાગર દર્શન અતિથિ ગૃહ નામની ફેક વેબસાઈટો બનાવી હતી. કોઈ યાત્રિક રૂમ બુકિંગ માટે ઓનલાઈન સર્ચ કરી રૂમ બુકિંગ કરે તો અતિથિગૃહમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને પેમેન્ટ ગેટવે મારફતે જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નાણા મેળવીને છેતરપિંડી કરવામાં આવી રહી હતી.

બે આરોપીઓની ધરપકડ


ઉલ્લેખનીય છે કે, ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી દિલ્હીના વિનય પ્રજાપતિ અને અમર પ્રજાપતિ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ 203 જેટલા યાત્રિકો પાસેથી રૂપિયા 24 લાખ 96 હજાર પડાવી લીધા હોવાનું પોલીસે તપાસ દરમિયાન સામે આવ્યું છે. આરોપી વિનયે બી.કોમના બીજા સેમેસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા દોઢેક વર્ષથી અભ્યાસની સાથે સાથે દિલ્હી ખાતે વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામની કંપનીમાં વેબસાઈટ ડેવલોપર તરીકેનું કામ કરતો હતો.

આ પણ વાંચો: માતાએ મોબાઇલ ફોનનું રેકોર્ડિંગ ચેક કરતા સગીર દિકરીની પ્રેમ કહાનીનો પર્દાફાશ

કંપનીને પોતાના નામે રજીસ્ટર કરાવી લીધી


જોકે છેલ્લા એક મહિનાથી ઓફિસ બંધ કરી દીધી હોવાથી આરોપીઓએ વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામની કંપનીને પોતાના નામે રજીસ્ટર કરાવી લીધી હતી. વિનયે આરોપી અમર પ્રજાપતિ સાથે મળીને સોમનાથ ટ્રસ્ટના લીલાવતી અતિથિ ગૃહોના નામની ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકિંગ માટે પેમેન્ટ ગેટવે મારફતે નાણાં મેળવીને યાત્રિકો સાથે છેતરપિંડી કરતા હતો. જેથી તેમના વિરૂદ્ધ પોલીસને ફરિયાદ મળી હતી. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad cyber crime, Crime news, Somnath Temple

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन