Home /News /ahmedabad /Banaskantha: જિગ્નેશ મેવાણીના અલ્ટીમેટમ સામે સી.આર. પાટીલનો પ્રહાર- પાંચ વર્ષથી ક્યાં ગયા હતા

Banaskantha: જિગ્નેશ મેવાણીના અલ્ટીમેટમ સામે સી.આર. પાટીલનો પ્રહાર- પાંચ વર્ષથી ક્યાં ગયા હતા

જીજ્ઞેશ મેવાણી

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આ નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મેવાણીને આડેહાથ લીધા હતા અને કહ્યું કે 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા. ચૂંટણી આવતા જ પાણીનો પ્રશ્ન યાદ આવ્યો છે. તેઓ હવે ઇલેક્શનમાં હારી રહ્યા છે ત્યારે પાણીનો મુદ્દો લઇને સામે આવ્યા છે. પાંચ વર્ષ સુધી તેઓ ક્યાં ગયા હતા તેમને પાંચ વર્ષ સુધી પાણી કેમ ના દેખાયું.

વધુ જુઓ ...
બનાસકાંઠા (Banskantha) જિલ્લાના વડગામ (Vadgam)માં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમ (Mukteshwar Dam)માં પાણી ભરવાની માંગ સાથે શરુ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. વડગામ તેમજ પાલનપુર (Palanpur)ના 125 ગામની બહેનોએ ગામેગામ એકત્રિત થઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે. વડગામ અને પાલનપુરમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી ખેડૂતોને સિંચાઇ માટેનું પૂરતું પાણી મળતું નથી. જેથી ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકતા નથી.

આથી ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે. જેને લઈને વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ સાથે છેલ્લા 2 મહિનાથી ખેડૂતોએ જળ આંદોલન છેડાયું છે. પાણીના પ્રશ્નને લઈને ગામોની મહિલા પશુપાલકોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને ડેમ ભરાવવા માગ કરી છે.



જોકે છેલ્લા ઘણા સમયથી વડગામ પંથકમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય જીગ્નેશ (Vadgam MLA Jignesh Mevani) મેવાણી કુદી પડતા રાજકારણ ગરમાયું છે. વડગામના કરમાવત તળાવ ભરવાને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ (Jignesh Mevani) મેવાણીએ અલ્ટીમેટમ આપવાની વાત કરી દીધી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આગામી 21 તારીખે રાજ્યના મુખ્યમંત્રીને આ પ્રશ્ને વાત કરશે અને જો ગ્યો ગય જવાબ નહીં મળે તો તેઓ રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપશે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાનો ડરામણો ચહેરો આવ્યો સામે, રાજ્યમાં પોઝિટિવ કેસમાં સતત વધારો

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આ નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મેવાણીને આડેહાથ લીધા હતા અને કહ્યું કે 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા. ચૂંટણી આવતા જ પાણીનો પ્રશ્ન યાદ આવ્યો છે. તેઓ હવે ઇલેક્શનમાં હારી રહ્યા છે ત્યારે પાણીનો મુદ્દો લઇને સામે આવ્યા છે. પાંચ વર્ષ સુધી તેઓ ક્યાં ગયા હતા તેમને પાંચ વર્ષ સુધી પાણી કેમ ના દેખાયું.
First published:

Tags: 2022 Assembly elections, CR Paatil, Dalit leader jignesh mevani, Jignesh Mevani, Vadgam

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો