ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ (Gujarat BJP President) પ્રમુખ તરીકે સીઆર પાટીલ (CR Patil)ની નિમણૂક કરી છે. સીઆર પાટીલ ભાજપના (cr patil BJP president) નવસારી લોકસભા મતવિસ્તારના સાંસદ છે અને લોકસભાની હાઉસિંગ કમિટીના અધ્યક્ષ છે. આજે સવારે 12.39 કલાકે સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળી લીધો છે. પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલે પક્ષના હોદ્દેદારોને સંબોધન કર્યુ હતું. ત્યારબાદ તેમણે પ્રેસ કૉન્ફરન્સ પણ સંબોધી હતી.
સીઆર પાટીલે જવાબદારી સંભાળ્યા બાદ જણાવ્યું કે 'હું છેલ્લી લાઇનમાં બેસતો હતો ત્યાંથી મને ડાયસ પર લઈ આવ્યા. આ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે જ આવા પરિણામો આવતા હોય છે. કાર્યકર્તાને માર્ગદર્શન આપીને તેને આગળ લાવવાની પ્રણાલી આજે પણ સાબૂત છે. પાર્ટીના નેતૃત્વએ મારા પર આ જવાબદારી મૂકી છે તે અલ્કપનીય છે. હું પાર્ટીને કાર્યકરોનો વિશ્વાસ અપાવવા માંગું છું કે આપ સૌની તાકાત દ્વારા હજુ પણ કૉંગ્રેસ ઊભી થવાની શક્યતા નથી. ભાજપ વધુ સક્ષમતાથી કામ કરી શકશે એવો મને વિશ્વાસ છે.
'હું આજે પહેલી વાર ખૂણામાંથી સ્ટેજ પર આવ્યો અને વિચારતો હતો કે હું તો કાયમ ખૂણામાં જ બેસતો હતો પરંતુ ખૂણામાંથી સ્ટેજ પર લાવી દે એ આપણી પાર્ટીમાં જ શક્ય છે. પોલીસની 15 વર્ષની નોકરી કરી એટલે શિસ્તમાં રહેવાની આદત છે. કોરોનાના આ કપરાકાળમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર ઘરમાં બેસ્યો નથી.'
આ 197 મુદ્દાઓને અનુસરો તો ક્યારેય કોઈ સરકારને કોઈ ઉથલાવી નહીં શકે
સીઆર પાટીલે ઉમેર્યુ કે 'એક અંગ્રેજ લેખકે પુસ્તક લખ્યું હતું જેમાં તેણે 197 મુદ્દા આપ્યા છે. કોઈ પણ સ્થિર સરકારને અહિંસક રીતે 197 મુદ્દાઓ દ્વારા ઉથલાવી શકાય છે. તમે સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે આ દેશમાં આવા પ્રયાસો વિપ7 કરી રહ્યો છે. પરંતુ આ જ 197 મુદ્દાઓનો જો ઉલ્ટો પ્રયોગ કરવામાં આવે તો તમારી સરકારને ક્યારેય કોઈ ઉથલાવી નહીં શકે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર