Home /News /ahmedabad /બાળકોમાં ચેપી રોગ Coxsackie નામના વાયરસનો કહેર: જાણો હેન્ડ ફુટ એન્ડ માઉથ ડિસીઝ શુ છે?

બાળકોમાં ચેપી રોગ Coxsackie નામના વાયરસનો કહેર: જાણો હેન્ડ ફુટ એન્ડ માઉથ ડિસીઝ શુ છે?

સ્કૂલમાં કે ઘરે બાળકોને ચેપ ન લાગે તે માટે સારી રીતે સફાઈ રાખવી.

ડોકટર જણાવે છે કે આ રોગ માટે કોઈ ચોક્કસ સારવાર નથી. તેના લક્ષણો મોટાભાગના બાળકો માં 7-10 દિવસો માં જતા રહે છે. છતાં આ બાબતો નું ધ્યાન રાખવાથી બાળક ને લક્ષણો માંથી જલ્દી રાહત મળે છે.

અમદાવાદ: વરસાદી વાતાવરણ બાદ બાળકોમાં હાલ વાયરલ ડિસીઝનો કહેર જોવા મળ્યો છે. આ ડિસીઝને HFMD ડિસીઝ કહેવાય છે. જેમાં હાથ-પગ અને મોઢા પર દાણા જોવા મળે છે. સામાન્ય રીતે આ ડિસીઝના કેસ ઓછા જોવા મળતા હોય છે પણ હાલમાં બાળકોની હોસ્પિટલમાં આ ડિસીઝના કેસ ખૂબ વધારે આવતા તબીબો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આ ડિસીઝ કોકસાકી નામ ના વાઇરસથી ફેલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

આજકાલ અમદાવાદની ઘણી હોસ્પિટલોમાં હાથ, પગ અને મોંના રોગ (HFMD) ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ  વાયરસના ફેલાવાને રોકવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. શાળાઓમાં બાળકોના વાલીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ સામાન્ય રોગ તો છે, પરંતુ તદ્દન ચેપી છે. સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ચેપ લગાડે છે પરંતુ, કેટલીક વાર મોટા બાળકો અને પુખ્ત વયના લોકો પણ તેનાથી પીડાઈ શકે છે.

આ રોગના લક્ષણો :-

ડો અનંત પટેલ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ જણાવે છે કે, જે બાળકો આ વાયરસથી સંક્રમિત છે તેમના શરીર પર ફોલ્લીઓ થાય છે. કેટલાકને સાંધામાં દુખાવો, હળવો તાવ, ઉબકા, થાક, ઉલટી, ઝાડા, ઉધરસ અને શરીરમાં દુખાવોની ફરિયાદ છે.

આ પણ વાંચો- પોતાના પગ પર ઉભા ન રહી શકે તેવા 65 વર્ષના વૃદ્ધ જેલ ભેગા થયા, જાણો કેમ

રોગ સામે ધ્યાનમાં રાખવા જેવી બાબત :-

આ રોગ અત્યંત ચેપી છે જેથી જ્યાં સુધી ફોલ્લીઓ સંપૂર્ણપણે બેસી ન જાય અને ઓછામાં ઓછા 24 કલાક સુધી તાવ ન આવે  ત્યાં સુધી તેણે અન્ય લોકોના સંપર્કમાં આવવું જોઈએ નહીં. માતા-પિતાએ બાળકોને શાળાએ મોકલવાનું ટાળવું જોઈએ. કોઈપણ બાળકના શરીર પર ફોલ્લીઓની સમસ્યા હોય તો માતાપિતાએ ડોકટરોનો સંપર્ક કરવો.

હેન્ડ ફુડ માઉથ ડિસીઝની શુ છે સારવાર :-

ડોકટર જણાવે છે કે આ રોગ માટે કોઈ ચોક્કસ સારવાર નથી. તેના લક્ષણો મોટાભાગના બાળકો માં 7-10 દિવસો માં જતા રહે છે. છતાં આ બાબતો નું ધ્યાન રાખવાથી બાળક ને લક્ષણો માંથી જલ્દી રાહત મળે છે.

આ પણ વાંચો- અમદાવાદની પ્રખ્યાત કોલેજની પોલ ખુલી ગઇ

ફોલ્લી થાય તે શરીરના ભાગે સ્વચ્છતા રાખવી જરુરી

બાળકને વધારે માત્રામા પ્રવાહી-જ્યૂસ આપવામાં આવે જેના લીધે શરીર માં હાયડ્રેશન મેન્ટેન રહે.

ગળામાં ચાંદા હોય ત્યારે સાદો, પોચો અને મોળો ખોરાક આપવો

બાળક સ્વસ્થ થયા બાદ પણ તેમને યોગ્ય રીતે આરામ થાય તેનું ધ્યાન રાખવું

સ્કૂલમાં કે ઘરે બાળકોને ચેપ ન લાગે તે માટે સારી રીતે સફાઈ રાખવી

વિદ્યાર્થીઓ, નાના બાળકો, પોતાના હાથ સાબુ-હેન્ડ વોશ લિક્વીડથી ધોવે તેને લઈને ખાસ ધ્યાન રાખવું.
Published by:rakesh parmar
First published:

Tags: Disease, Health disease, Infection Disease, Monsoon Viral Disease

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन