Home /News /ahmedabad /હવે Covid Vaccineનો સ્લોટ Whatsapp દ્વારા બુક થશે, આવી રીતે કરો રસી માટે એડવાન્સ બુકિંગ

હવે Covid Vaccineનો સ્લોટ Whatsapp દ્વારા બુક થશે, આવી રીતે કરો રસી માટે એડવાન્સ બુકિંગ

Covid Vaccine slot Booking on whatsapp : કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર આપી મોટી જાણકારી, હવે લાઇનમાં ધક્કા ખાવાના બદલે વોટ્સએપથી રસીનું બુકિંગ મેળવી લેવાશે

Covid Vaccine slot Booking on whatsapp : કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર આપી મોટી જાણકારી, હવે લાઇનમાં ધક્કા ખાવાના બદલે વોટ્સએપથી રસીનું બુકિંગ મેળવી લેવાશે

    covid Vaccine slot Booking Via Whatsapp : કોરોનાવાયરસ  (Coronavirus)n સામેની નિર્ણાયક જંગને વધુ તીવ્ર બનાવવા ભારત સરકારે (Mygov) આજે એક નવી પહેલ કરી છે. અત્યારસુધી કોવિડ વેક્સીન (Covid Vaccine)  લેવા માટે આપમે કોવિન એપથી (Cowin App) એડવાન્સ બુકિંગ કરાવતા હતા પરંતુ હવે પછી વોટ્સએપથી (Whatsapp) જ કોરોનાની રસી (Covid Vaccine slot Booking on whatsapp) લેવા માટેનું એડવાન્સ બુકિંગ થઈ શકશે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)  આ અંગેની જાહેરાત કરી છે. અગાઉ સરકારે સર્ટિફિકેટ (Covid vaccine Certificate)  મેળવવા માટે જે નંબર આપ્યો હતો એ જ નંબર પરથી હવે કોવિડ વેક્સીન માટે સ્લોટ પણ બુક કરાવી શકાશે.

    ભારત સરકારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટરમાં આ નંબર જાહેર કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે 'નાગરિકોની સુવિધા માટે નવા યુગનો પાયો નાંખી રહ્યા છીએ. હવે કોવિડ વેક્સીનનો સ્લોટ તમારા ફોનમાંથી ગણતરીની મિનિટમાં બુક કરાવો.'

    આ પણ વાંચો : COVID-19 in India: કોરોનાને લઈ રાહતના સમાચાર, સતત બીજા દિવસે 25 હજાર કેસ, 354નાં મોત

    આવી રીતે બુક કરો સ્લોટ

    • કોવિડ વેક્સીન એટલે કે કોરોનાની રસી લેવા માટે સ્લોટ કરવા માટે પહેલાં તો તમારા મોબાઇલમાં 919013151515 નંબર સેવ કરો.

    • આ નંબર પર હવે ‘Book Slot’ લખીને મેસેજ કરો.

    • આ નંબર પર મેસેજ કરવાથી તમારા મોબાઇલમાં એક ઓટીપી (OTP) આવશે. આ ઓટીપી નંબરની રહ જુઓ

    • હવે ફરીથી આ ઓટીપી નંબર મેસેજમાં લખીને મોકલો

    • આ ઓટીપી મોકલ્યા બાદ જે સૂચનાઓ આવે તેનું પાલન કરો. આ સૂચના અંગ્રેજી અને હિંદીમાં હશે. આ સૂચનાઓમાં આપેલા વિકલ્પોમાં રસી બુક કરવાવાનો જે ક્રમ હોય તે લખીને મોકલો

    • તમે સરળતાથી આવી રીતે તમારો રસીનો સ્લોટ વોટ્સએપથી બુક કરાવી શકશો.


    આવી રીતે સરળતાપૂર્વક કરો રસીનું બુકિંગ


    સર્ટિફિકેટ પણ આ જ નંબરથી મળશે

    અગાઉ જેમ સરકારે જાહેરાત કરી હતી એવી રીતે આ જ વોટ્સએપ નંબરથી સર્ટિફિકેટ પણ મળી શકશે. એટલે કે હવે કોવિડ વેક્સીનના સ્લોટ બુકિંગથી લઈને કોવિડ વેક્સીનના સર્ટિફિકેટ મેળવવા સુધીનો MyGov India અને WhatsAppનો આ સંયુક્ત નંબર નાગરિકોને ખૂબ મદદ કરશે.



    ભારતમાં કોરોનાવાયરસની સ્થિતિ

    વર્તમાન સમયમાં 24મી ઑગસ્ટના રોજ દેશમાં કોરોનાના કુલ 3,33,924 એક્ટિવ કેસ છે જ્યારે અત્યારસુધીમાં 3,16,80,626 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. અત્યારસુધીમાં ભારતમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 4,34,756 દર્દીઓનાં મોત થયા છે. ભારતમાં 24મી ઓગસ્ટના સવારથી સુધામાં પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 58 કરોડ આપી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો :  Gujarat Coronavirus updates: રાજ્યમાં કુલ 171 એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં 5,01,845 વ્યક્તિઓનું રસીકરણ

    ગુજરાતમાં કોરોના રસીકરણની સ્થિતિ

    મુખ્યમંત્રી વિજયરૂ પાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના 1 કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. રાજ્યના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિતસૌએ ઓગસ્ટ મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને માત્ર ત્રેવીસ દિવસમાં એટલે કે સોમવાર 23 ઓગસ્ટ સુધીમાં 1 કરોડ 18 હજાર 118 ડોઝ આપવાનો લક્ષ્યાંક પાર કરી દીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Corona vaccine, Covid vaccine, Gujarati news, Mansukh Mandviya, Whatsapp

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन