નારણપુરા ક્રોસીંગથી ગામ સુધી રોડ પહોળો કરવા દુકાનો, બંગલા, 126 વૃક્ષ કપાતની મંજુરી અપાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વહીવટીતંત્ર અને સત્તાધીશોએ નારણપુરા રેલવે ક્રોસીંગથી ગામ સુધીના હયાત 24.38 મીટરની પહોળાઈના રોડને રીડીપી મુજબ 30.48 મીટરનો કરવા માટે લોકો તરફથી રજુ કરવામાં આવેલા વાંધાને માન્ય ના રાખી પહોળો કરવા મંજુરી આપી દેવામાં છે. સ્ટેન્ડીંગ કમિટીનાં આ નિર્ણયને કારણે 15 દુકાન સો ટકા જયારે 15 દુકાન પચાસ ટકા કપાતમાં જશે.જયારે રીડીપી મુજબ માર્જિનની જગ્યામાં આવેલા 126 વૃક્ષોનો છેદ ઉડાડી દેવામાં આવશે. ઉપરાંત 32 બંગલા અને 11શેડને પણ અસર થશે. કપાતમાં જતી મિલકતનાં મિલકત ધારકો અને વૈકલ્પિક સગવડ કે વળતર આપવામાં આવશે નહીં.