Home /News /ahmedabad /પાસપોર્ટમાં ચેડાં કરી દુબઈ જઈ રહેલ દંપતીની અમદાવાદમાં ધરપકડ, તપાસમાં થયો નવો ખુલાસો

પાસપોર્ટમાં ચેડાં કરી દુબઈ જઈ રહેલ દંપતીની અમદાવાદમાં ધરપકડ, તપાસમાં થયો નવો ખુલાસો

પોલીસને શંકા છે કે ખેડૂત હિતેષભાઇના બહેન બનેવી પણ વિદેશમાં રહે છે.

હવે જો દંપતી તેના ઓરીજનલ પાસપોર્ટ પર ફરી દુબઈ જાય તો કદાચ તેને રોકવામાં આવે કેમ કે આયર્લેન્ડ દ્વારા તેને ડિપોટ કરવામાં આવ્યું હતું એટલે દંપતીએ તેના પાસપોર્ટમાં ચેડા કરી આયર્લેન્ડની હિસ્ટ્રી કાઢી નાખી હતી.

અમદાવાદ : સામાન્ય રીતે ભારતીય લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માટે જવાની ઈચ્છા ધરાવતા હોય છે પણ નિયમો અને અન્ય સંજોગોના કારણે તેવો કાયદેસર રીતે વિદેશ જઈ શકતા નથી. તેથી ગેરકાયદેસર રસ્તાનો ઉપયોગ કરી વિદેશ પહોંચી જતા હોય છે. જોકે અત્યાર સુધી ગેરકાયદેસર રસ્તે પહોંચેલા વિદ્યાર્થીઓ કે નોકરીવાંચ્છુઓ પકડાઈ જવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ખેડૂત અને તેની શિક્ષિકા પત્ની વિદેશ જવા નીકળ્યા પણ પકડાઈ ગયા.

આજકાલ ભારતમાંથી વિદેશ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઉચ્ચત્તર અભ્યાસ માટે અને નોકરી માટે ભારતીય લોકો વિદેશ જવું પસંદ કરી રહ્યા છે. જોકે મોટાભાગના લોકો અમુક કારણો અને નિયમોને કારણે વિદેશ જઈ શકતા નથી. તેથી અલગ અલગ રસ્તાઓ અપનાવી અથવા તો એજન્ટોની લાલચમાં આવી શોર્ટકટ અપનાવી રહ્યા છે. જેમાંથી ઘણા લોકો પકડાઇ જાય છે તો ઘણા લોકો વિદેશ પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સામે આવ્યો છે. જ્યાં ખેડૂત હિતેશભાઈ અને તેના શિક્ષિકા પત્ની 28 ઓગસ્ટના રોજ અમદાવાદથી દુબઈ જવા નીકળ્યા હતા.

તેઓ અમદાવાદ એરપોર્ટ પર ટુરિસ્ટ વિઝા ઉપર દુબઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશનની તપાસ દરમ્યાન સામે આવ્યું કે, હિતેશભાઈ અને તેમના પત્નીના પાસપોર્ટમાં છેડછાડ થયેલી છે. જેથી એરપોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને દંપતીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતી અગાઉ પણ વર્ષ 2018 માં પાસપોર્ટ પર આયર્લેન્ડ ગયું હતું. આયર્લેન્ડ એરલાઇન્સ અધિકારીને શંકા જતા દંપતીને ડિપોટ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

હવે જો દંપતી તેના ઓરીજનલ પાસપોર્ટ પર ફરી દુબઈ જાય તો કદાચ તેને રોકવામાં આવે કેમ કે આયર્લેન્ડ દ્વારા તેને ડિપોટ કરવામાં આવ્યું હતું એટલે દંપતીએ તેના પાસપોર્ટમાં ચેડા કરી આયર્લેન્ડની હિસ્ટ્રી કાઢી નાખી હતી. અમદાવાદથી દુબઈ જતા સમયે ઇમિગ્રેશન અધિકારીને સમગ્ર હકીકત રેકર્ડ પર આવતા તેમને શંકા ગઇ હતી. જેથી તેમણે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. હાલ તો એસ.ઓ.જી પોલીસ દંપતીની પૂછપરછ કરી રહીં છે.

આ પણ વાંચો- મેહુલ બોઘરા પર ખંડણી અને એટ્રોસિટીનો કેસ કરનાર સરથાણા પોલીસને હાઇકોર્ટની નોટિસ

પોલીસને શંકા છે કે ખેડૂત હિતેષભાઇના બહેન બનેવી પણ વિદેશમાં રહે છે અને તેના કોઈ એજન્ટ દ્વારા પાસપોર્ટમાં ચેડા કરાવવામાં આવ્યા હશે અથવા તો કોઈ સ્થાનિક એજન્ટ દ્વારા પાસપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા છે કે કેમ. આ તમામ મુદ્દે પોલીસ દંપતીની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ આ દંપતી અગાઉ આયર્લેન્ડ ફરવા ગયું હતું કે પછી ત્યાંથી કોઈ અન્ય દેશ જવાની ફિરાકમાં હતા અને આ વખત પણ દુબઈ ફરવા માટે જ જઈ રહ્યા હતા કે ત્યાંથી અન્ય કોઈ દેશમાં જવાનો પ્લાન હતો તેની તપાસ કરવામાં આવી રહીં છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Airport Runway, અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ, પાસપોર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन