Home /News /ahmedabad /નિકોલમાં કોર્પોરેટર પર ભર બપોરે થયો હુમલો, ગડદાપાટુનો માર મારી આરોપીઓ ફરાર
નિકોલમાં કોર્પોરેટર પર ભર બપોરે થયો હુમલો, ગડદાપાટુનો માર મારી આરોપીઓ ફરાર
માર મારી આરોપીઓ ફરાર
Ahmedabad News: અમદાવાદ શહેરના નિકોલ વોર્ડના કોર્પોરેટરને આજે બપોરે કેટલાક લોકોએ ગડદાપાટુનો માર માર્યો હતો. કોર્પોરેટર બળદેવ પટેલ બપોરના સમયે તેમની સોસાયટીના ગેટ પાસે પહોચ્યા ત્યારે બટુકસિંહ નામના વ્યક્તિ સહીત કેટલાક લોકો ત્યાં ઉભા હતાં. જેમણે બળદેવભાઇને રોકીને ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરના નિકોલ વોર્ડના કોર્પોરેટરને આજે બપોરે કેટલાક લોકોએ ગડદાપાટુનો માર માર્યો હતો. કોર્પોરેટર બળદેવ પટેલ બપોરના સમયે તેમની સોસાયટીના ગેટ પાસે પહોચ્યા ત્યારે બટુકસિંહ નામના વ્યક્તિ સહીત કેટલાક લોકો ત્યાં ઉભા હતાં. જેમણે બળદેવભાઇને રોકીને ગડદાપાટુનો માર માર્યો હતો. જો કે આસપાસમાં લોકો એકઠા થઇ જતાં તેઓને વધુ મારમાંથી છોડાવ્યા હતાં. અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
કોર્પોરેટરને ભર બપોરે માર મારવામાં આવ્યો
નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલ એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેઓ આજે બપોરના સમયે શુકન ચાર રસ્તા પાસે આવેલ પૂજન કોમ્પલેક્ષમાં ધારાસભ્ય બાબુભાઇ પટેલની ઓફિસમાં ગયા હતાં. જ્યાં તેઓ ધારાસભ્ય સાથે આગામી વર્ષના વિકાસના કામોની ચર્ચા કરી રહ્યા હતાં. તે દરમિયાન તેમની ઓફિસે કેટલાક લોકો આવ્યા હતાં. ભવાની સર્કલથી ઉમા હોસ્પિટલના રસ્તાની ટીપી ખુલે તો તેઓની દુકાનો તથા મકાન કટીંગમાં જાય તેમ છે, જેથી હાલ ટીપી નહી ખોલવા માટેની રજૂઆત કરવા માટે આવ્યા હતાં. અને ધારાસભ્ય તથા બળદેવભાઇને રસ્તો જોવા માટે આવવાનું કહેતા તેઓ રસ્તો જોવા માટે નીકળ્યા હતાં.
જો કે ધારાસભ્ય બાબુભાઇને અરજન્ટ કામ આવી જતાં તેઓ રસ્તો પછી જોવા જઇશું તેમ કહીને બહાર જવા માટે નીકળી ગયા હતાં. જ્યારે બળદેવભાઇ નિકોલ અર્બન હેલ્થ સેન્ટર પર તેમનું કામ પતાવીને બપોરે પોણા બે વાગ્યાની આસપાસ તેમની સોસાયટીના ગેટ પાસે આવ્યા હતાં. જ્યાં બટુકસિંહ સહીત પાંચથી છ લોકો ઉભા હતાં. જેમણે બળદેવભાઇને રોકીને બીભત્સ ગાળો બોલી ગદડાપાટુનો માર માર્યો હતો. જો કે આસપાસના લોકો એકઠા થઇ જતાં તેઓને વધુ મારમાંથી છોડાવ્યા હતાં. જ્યારે બટુકસિંહ સહીત તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદને જમણા હાથે, મોઢાના ભાગે તથા બરડાના ભાગે ઇજા પહોચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં કૃષ્ણનગર પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોચી હતી. આ મામલે બટુકસિંહ સહીત છ લોકોની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.