Home /News /ahmedabad /corona effect: કંકોત્રી અને કાર્ડ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ યથાવત્, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ 50 ટકા વધ્યો

corona effect: કંકોત્રી અને કાર્ડ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ યથાવત્, ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ 50 ટકા વધ્યો

કાર્ડ અને કંકોત્રી ઉપર કોરોનાની અસર

Ahmedabad news: દરેક પરિવાર ખુશીના પ્રસંગોએ સ્નેહીજનોને આમંત્રિત (Invited) કરવા કંકોત્રીનો ઉપયોગ કરે છે. પરંતુ બદલાતા સમય અને પાબંધીઓ ના કારણે કંકોત્રી છપાવવાનું ચલણ દિન-પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે.

અમદાવાદઃ કોરોના (coronavirus) એ તેની અસર તમામ ઉદ્યોગો પર કરી છે. ત્યારે તેમાંથી કાર્ડ અને કંકોત્રી ઉદ્યોગ (Card and Kankotri) પણ બાકાત રહ્યો નથી. દરેક પરિવાર ખુશીના પ્રસંગોએ સ્નેહીજનોને આમંત્રિત (Invited) કરવા કંકોત્રીનો ઉપયોગ કરે છે. પરંતુ બદલાતા સમય અને પાબંધીઓ ના કારણે કંકોત્રી છપાવવાનું ચલણ દિન-પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે.. જેના કારણે કંકોત્રી ઉદ્યોગ પર માઠી અસર પડી છે.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કંક્રોત્રી વિક્રેતા નિકુલ શાહ જણાવી રહ્યા છે કે લગ્ન પ્રસંગ, સગાઈ, મુંડન, દિવાળી / નવાવર્ષની શુભેચ્છાઓ હોય કે અન્ય શુભ પ્રસંગો હોય, મૂર્હત જોવડાવ્યા બાદ સૌપ્રથમ જો કોઈ કામ થતું હોય તો તે કંકોત્રીઓ છપાવવાનું થતું હોય છે.

હંમેશા ધમધમતા કંકોત્રી ના ઉદ્યોગ પર બદલાતા સમયની સાથે માઠી અસર થઈ છે. કોરોનાકાળ બાદ પહેલા 100 પછી 200 અને હવે સામાજિક કાર્યક્રમોમાં માત્ર 400 લોકો ની પરમિશન આપવામાં આવે છે. જેમાં મોટાભાગે પરિવારજનો જ સામેલ હોય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલાઓ માટે ચેતવણીરૂપ! બે લોકો પ્લમ્બર તરીકે ઘરમાં ઘૂસ્યા, મહિલાના વાળ પકડીને ખેંચી અને...

આ સ્થિતિમાં પહેલા જ્યાં 1500 કે 2000 કંકોત્રીઓ છપાવવામાં આવતી ત્યાં હવે જૂજ કંકોત્રીઓના જ ઓર્ડર આવી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયાના અતિક્રમણને કારણે લોકો કંકોત્રીના ફોટા પાડી મોકલીને આમંત્રિત કરતા હોય છે.

કંક્રોત્રી કાર્ડ બનાવનાર સેજલ જોશી જણાવી રહ્યા છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા ના વપરાશમાં વધારો થતાં પહેલાથી જ દિવાળી કાર્ડ બંધ થઈ ચૂક્યા છે. છેલ્લા સાત વર્ષથી દિવાળી કાર્ડ નો ઉપયોગ બિલકુલ બંધ થઇ ગયો છે. આ સિવાયનાના ફંક્શન માટેના કાર્ડ માટે પણ લોકો ડિજિટલ ક્રિએટિવ વધારે પસંદ કરતાં હોય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પોલીસે મહિલાને પકડી, કારસ્તાન એવું કે પુરુષો પણ શરમાય, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

અને એના જ કારણે એ છાપકામ આવવાનું પણ બંધ થઈ ચૂક્યું છે. લોકો જાતે જ ડિજિટલ વર્ક કરતા થયા છે. સસ્તું પડતું હોવાથી લોકો કંકોત્રીની ફીઝિકલ ના બદલે ડિજિટલ તરફ વળી ગયા છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પ્યાસીઓની દિવાળી બગડી! જૂનાગઢ પહોંચી વોટ્સએપ કોલ કરી દારૂની ડિલિવરી થાય એ પહેલા કન્ટેનર ઝડપાયું

સરકારી ગાઈડલાઇન્સ ના કારણે પ્રસંગોમાં લોકોને ઓછા બલાવવામાં આવતા માર્કેટ પર 50 ટકા સુધીની અસર જોવા મળી રહી છે. આ સિવાય 10 ટકા જેટલું માર્કેટ સોશિયલ મીડિયા આમંત્રણ ના કારણે પણ તૂટ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Corona effect, Coronavirus, Gujarati News News