Home /News /ahmedabad /અમદાવાદઃ નકલી પોલીસ બની માસ્કના નામે રૂપિયા ઉઘરાવતા રાજેશ બહુરુપી અને જગદીશ હીરાવત ઝડપાયા

અમદાવાદઃ નકલી પોલીસ બની માસ્કના નામે રૂપિયા ઉઘરાવતા રાજેશ બહુરુપી અને જગદીશ હીરાવત ઝડપાયા

આરોપીની તસવીર

પોલીસે તપાસ કરતા નકલી પોલીસ છેલ્લા 3 દિવસથી રિલીફ રોડ પર અનેક વેપારીઓને માસ્કના નામે શિકાર બનાવી પૈસા પડાવી લીધા છે.

અમદાવાદઃ શહેરમાં ખાખી પહેરી રોફ જમાવતી નકલી પોલીસ અસીલ પોલીસના હાથે ઝડપાઇ હતી. કારંજ પોલીસે બે નકલી પોલીસની ધરપકડ કરી હતી. બહુરૂપી બની પૈસા પડવા નીકળતા આરોપીએ અનેક લોકો બનાવ્યા શિકાર કોણ છે?

મળતી માહિતી પ્રમાણે પોલીસના વેશમાં માસ્કના ફડિંગના નામે વેપારીઓ પાસે પૈસા પડાવતાં હતા. નકલી પોલીસ બની રોફ જમાવતા રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત બન્ને જાણા રિલીફ રોડ પર આવેલ દુકાનોમાં વેપારીને માસ્ક ફડિંગ નામે પૈસા પડાવી રહ્યા હતા.

જેની કારંજ પોલીસને માહિતી મળતા નકલી પોલીસને રંગેહાથ ઝડપી લીધી હતી. જો કે પોલીસે તપાસ કરતા નકલી પોલીસ છેલ્લા 3 દિવસથી રિલીફ રોડ પર અનેક વેપારીઓને માસ્કના નામે શિકાર બનાવી પૈસા પડાવી લીધા છે.

આ પણ વાંચોઃ-

નકલી પોલીસ રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત દુકાનોમાં વેપારીઓ માસ્ક ફડિંગ નામે પૈસા માગીને દુકાન કામ કરતા કારીગરો ગણતરી કામ કરવાનું છે. તેમ કહી નકલી પોલીસ દ્વારા વેપારીઓને ધમકાવી કહેતા હતા કે માસ્ક ફંડીગ પૈસા નહિ આપો તો દુકાનમાં માણસો માસ્ક નહી પહેરાવના મેમાં 5 હજાર દંડ આપવા પડશે.

આમ કહીને બે અલગ અલગ વેપારી પાસે 1700 રૂપિયા પડાવી લીધા હતા. જો કે પોલીસ તપાસ કરતા છેલ્લા 3 મહિનાથી શહેર અલગ અલગ જગ્યા પર અનેક લોકો ટાર્ગેટ બનાવી પૈસા પડાવી લીધા છે..ત્યારે અસલાલી પાસે એક કપલ પાસે 2 હજાર રૂપિયા પડાવી લીધા હતા.



ઉલ્લેખનીય છે કે પકડાયેલ બહુરૂપીઓ અલગ અલગ વેશ બદલીને પણ રૂપિયા પડાવતાં હોવાનું સામે આવ્યું છે. નકલી પોલીસ બનેલ બહુરૂપીઓ ખાખી કપડાં ક્યાંથી લાવ્યા છે જે મામલે પૂછપરછ શરૂ કરી છે. સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે છેલ્લા થોડાક દિવસોમાં અનેક નકલી પોલીસને પોલીસે પકડી પાડ્યા છે.
First published:

Tags: Fake police, અમદાવાદ, કોરોના વાયરસ, ગુજરાત