Home /News /ahmedabad /Gujarat Night Curfew: રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્, અહીં વાંચો નવા નિયમો વિશે

Gujarat Night Curfew: રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્, અહીં વાંચો નવા નિયમો વિશે

કોરોના નિયમનું ગ્રાફિક્સ

Gujarat Covid-19 New Guildeline: મુખ્યમંત્રીના (CM home) આવાસ સ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં નિર્ણય કરાયો છે કે આગામી 4 ફેબ્રુઆરી સુધી કોરોના ગાઈડલાઈન (covid-19 Guideline) અમલમાં રહેશે.

Gujarat Night Curfew : ગુજરાતમાં કોરોના વાયરસ (Gujarat coronavirus Cases) હજી પણ જોઈએ એવો હળવો થયો નથી માટે કોરોના વાયરસને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે હજી પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ (Gujarat Night Curfew guideline) યથાવત રાખ્યો છે. ગઈ વખતે જાહેર કરાયેલી ગાઈડલાઈન આ વખતે પણ યથાવત રાખવામાં આવી છે. મુખ્યમંત્રીના (CM home) આવાસ સ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં નિર્ણય કરાયો છે કે આગામી 4 ફેબ્રુઆરી સુધી કોરોના ગાઈડલાઈન (covid-19 Guideline) અમલમાં રહેશે. રાજ્યમાં જ્યના 8 મહાનગરો (Gujarat Night Curfew guideline) અને બે શહેરો ઉપરાંત વધુ 17 નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

નગરપાલિકાઓમાં કર્ફ્યૂ, આ 19 નગરોમાં લાગશે નિયમ

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

4 ફેબ્રુઆરી સુધી નવા નિયમો લંબાવવામાં આવ્યા

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.4-2-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 4 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.

રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને આગામી દિવસોમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.રાજ્યમાં લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો માટે નવી ગાઇડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ લગ્ન

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.



રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને આગામી દિવસોમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10.00 વાગ્યા સુધી બેઠક ક્ષમતાના 75 ટકા સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં તમામ રપ્રકારના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સમારંભ ખુલ્લામાં મહત્ત્મ 150 વ્યક્તિઓ તો બંધ સ્થળોએ જગ્યાના 50 ટકા ક્ષમતા સાથે (મહત્તમ 150ની કેપેસિટી)માં યોજી શકાશે.

લગ્ન પ્રસંગોમાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં એકઠા થઈ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અંતિમ ક્રિયા દફન વિધિ મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી સાથે યોજી શકાશે.

આ પણ વાંચોઃ-Vadodara news: શિક્ષિકાના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો, ઘટનાના 3 દિવસ પહેલા મિત્રએ 40 વખત ફોન કર્યા હતા

પબ્લિક તથા પ્રાઇવેટ બસમાં નોન એસી બસ સાઓ (75 ટકા ક્ષમતા સાથે) ઉભા રહેવાની પરવાનગી નથી જ્યારે એસી બસ 75 ટકા ક્ષમતા સાથે દોડશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ રહેશે. સિનેમાં હોલ, જીમ વોટર પાર્ક, સ્વિમિંગ પૂરલ, વાંચનાલયો ઓડિટોરિયમ, એમ્બેસી હોલ, મનોરંજ કાર્યક્રમમો બેઠક ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.

આ પણ વાંચોઃ-Ahmedabad news:વોન્ટેડ આરોપી 'કાળી'ને પકડવા ગયેલ પોલીસ પર હુમલો, દોડાવી દોડાવી પોલીસને માર માર્યો

જાહેર બાગ બગીચાઓ રાત્રિના 10.00 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણવિભાગને આધવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે જેમાં શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓની પરીક્ષાઓ એસઓપી મુજબ ચાલુ રાખી શકાશે. સ્પોર્ટ્સ સંકૂલમાં રમત ગમત વગેરે પ્રવૃત્તિઓ પ્રેક્ષકો વગર ચાલુ રાખી શકાશે.
First published:

Tags: Corona Guideline, Covid-19 Case, Gujarat Night Curfew, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો