Home /News /ahmedabad /Covid-19 એસ.ઓ.પી. નિયમનો ભંગ કરનારની હવે ખેર નહી, AMC અને પોલીસ કરશે કડક કાર્યવાહી
Covid-19 એસ.ઓ.પી. નિયમનો ભંગ કરનારની હવે ખેર નહી, AMC અને પોલીસ કરશે કડક કાર્યવાહી
પ્રતિકાત્મક તસવીર
ખાનગી ઓફિસ કે એસ્ટાબ્લીશમેન્ટ ફક્ત ૫૦ ટકા જેટલા કર્મચારીઓથી ચાલુ રાખવા તેમજ માસ્ક, સેનિટાઇઝેશમ, સોશિયલ ડિસ્ટન્સીગના તમામ પ્રોટોકોલનુ પાલન કરવા તાકિદ કરવામાં આવે છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાવાયરસે કહેર વરતાવ્યો છે. તોપણ કેટલાક લોકો કોરોના ગાઈડલાઈનનો હજુ પણ ભંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોવિડ -૧૯ એસ.ઓ.પીનો કડક અમલ કરાવવામાં આવશે. રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલ કોવિડ - ૧૯ ગાઇડલાઇનનો ભંગ કરનાર એકમની હવે ખેર નહી.
એએમસી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર નિવેદન આપતા કહ્યું હતુ કે, એસ ઓ પી નો ભંગ બદલ હવે યુનિટ કે એકમ સીલ કરાશે. આ ઉપરાત એકમ સામે પોલીસ કેસ સહિત લિગલી કાર્યવાહી પણ એએમસી કરશે. હજુ નવો આદેશ ન થાય ત્યા સુધી તમામ એકમ બંધ રહેશે. સરકાર ગાઇડલાઇનનો અમલ ફરજીયાત કરવાનો રહેશે. એએમસી ટીમ હવે ચેકીંગ હાથ ધરશે. કોરોના કેસ ઓછા થયા તે ભુલ ભરેલ ગણાશે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ ટીમ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લા અનેક દિવસોથી એએમસી ફરિયાદો મળી હતી કે કેટલાક એકમો જેમા ટ્યુશન કલાસિસ ધરાવતા અને ધંધાકિય એકમ નિયમ પાલન કરી રહ્યા નથી. જે અંતર્ગત છેલ્લા એક સપ્તાહમાં જોધપુર સ્થિત એમેઝોન સર્વિસ સેન્ટર, ચાંદલોડિયા વોર્ડમાં ગાઇડ લાઇન ભંગ કરી ટ્યુશન કલાસિસ ચાલી રહ્યા હતા. જેમા ૧૨ થી ૧૫ બાળકો માસ્ક વગર દેખાતા એકમ સીલ કરાયું હતુ. આ ઉપરાંત આજે ખોખરા વોર્ડમાં સેવા એકેડમી જે પોલીસ કોન્સેટેબલ પરિક્ષા તૈયાર કરવા છે આ યુનિટ પણ એએમસી સીલ કર્યું હતુ.
હાલમાં અમદાવાદ મહાનગરપાલિકા કોરોના મહામારી સંક્રમણ અટકાવવા શહેરમાં વિસ્તાર હદમાં આવેલ ખાનગી ઓફિસ-એસ્ટાબ્લીશમેન્ટ ફક્ત ૫૦ ટકા જેટલા કર્મચારીઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ટેક્ષ અને એએમટીએસની સંયુક્ત ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધી ચેકીંગ કામગીરી દરમિયાન ૫૩૬૧ ઓફિસ એકમ ચેક કરાયા હતા. જે પૈકી ૪૫ એકમોને સીલ બંધ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણને કાબુમા લેવા માટે ખાનગી ઓફિસ કે એસ્ટાબ્લીશમેન્ટ ફક્ત ૫૦ ટકા જેટલા કર્મચારીઓથી ચાલુ રાખવા તેમજ માસ્ક, સેનિટાઇઝેશમ, સોશિયલ ડિસ્ટન્સીગના તમામ પ્રોટોકોલનુ પાલન કરવા તાકિદ કરવામાં આવે છે.